ગુજરાત

gujarat

વડોદરા દુષ્કર્મ કેસ: આરોપીની ધરપકડ થતા લોકોમાં ખુશીનો માહોલ

By

Published : Dec 8, 2019, 8:17 PM IST

વડોદરાઃ શહેરમાં ગત 28 નવેમ્બરે ઘટેલી સામુહિક દુષ્કર્મની ઘટનાના કેસમાં પોલીસને 10 દિવસ બાદ રવિવારે સફળતા મળી છે. પોલીસે બંને આરોપીને શહેરના તરસાલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પકડાઈ જતા શહેરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસની કામગીરીની ઠેર ઠેર પ્રશંસા કરવામાં આવી રહી છે. શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના માંડવી વિસ્તારમાં વેપારીઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે અને કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માગ માંડવીના વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details