ગુજરાત

gujarat

કોવિડ 19 લેટેસ્ટ અપડેટઃ દેશના આ 2 રાજ્યોમાં કોરોના વાયરસના કારણે મોત

By

Published : Dec 20, 2022, 12:02 PM IST

ભારતમાં કોરોના વાયરસ ચેપ (Corona cases in India)ના 112 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 3490 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2 અને મહારાષ્ટ્રમાં 1 મૃત્યુ સહિત 3 મૃત્યુ સાથે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 530677 છે. આ વર્ષે 25 જાન્યુઆરીએ ચેપના કુલ કેસ (coronavirus disease latest information) 4 કરોડને વટાવી ગયા હતા.

Etv Bharatકોવિડ 19 લેટેસ્ટ અપડેટઃ દેશના આ 2 રાજ્યોમાં કોરોના વાયરસના કારણે મોત
Etv Bharatકોવિડ 19 લેટેસ્ટ અપડેટઃ દેશના આ 2 રાજ્યોમાં કોરોના વાયરસના કારણે મોત

નવી દિલ્હી:મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર ભારતમાં કોરોના (Corona cases in India) વાયરસ ચેપના 112 નવા કેસ નોંધાયા (coronavirus disease latest information) છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 3490 થઈ ગઈ છે. કોવિડના કુલ કેસ 4.46 કરોડ (4,46,76,199) છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2 અને મહારાષ્ટ્રમાં 1 મૃત્યુ સહિત 3 મૃત્યુ સાથે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 530677 છે.

ભારતમાં કરોના સંક્રમિતોની સંખ્યા: નોંધપાત્ર રીતે તારીખ 7 ઓગસ્ટ 2020ના રોજ ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, તારીખ 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને તારીખ 5 સપ્ટેમ્બર, 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ તારીખ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, તારીખ 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, તારીખ 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, તારીખ 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને તારીખ 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.

કોવિડના કેસ: તારીખ 19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે તારીખ 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા 2 કરોડને વટાવી ગઈ હતી. આ ઉપરાંતે તારીખ 23 જૂન 2021ના રોજ તે 3 કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે તારીખ 25 જાન્યુઆરીએ ચેપના કુલ કેસ 4 કરોડને વટાવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details