ગુજરાત

gujarat

નખમાં ફેરફાર જણાય તો થઇ જાવ તૈયાર, ક્યાંક કોરોના તો નથી ને

By

Published : Jun 9, 2021, 10:18 PM IST

નખ આપણું આરોગ્ય દર્શાવે છે. આ સાથે આપણા સ્વભાવ વિશે પણ ઘણી વાતો દર્શાવે છે. નખ દ્વારા કોરોના સંક્રમણ વિશે મહિતી મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ બાદ અમુક દર્દીઓના નખનો રંગ ફિક્કો પડી જાય છે, અથવા તો અમુક સપ્તાહ બાદ તેમના નખનો આકાર બદલવા લાગે છે, જેને કોરોના નખ કહેવામાં છે.

નખમાં ફેરફાર જણાય તો થઇ જાવ તૈયાર
નખમાં ફેરફાર જણાય તો થઇ જાવ તૈયાર

  • નખમાં ફેરફાર જણાય તો થઇ જાવ તૈયાર
  • અમુક સપ્તાહ બાદ તેનો આકાર બદલવા લાગે છે. જેને કોરોના નખ કહવામાં આવે છે
  • કોરોના દર્દી એસિમ્પટમેટિક હોય તો આ નિશાનો વિશે ચિંતા કરવાની જરૂર નથી

ન્યૂઝ ડેસ્ક : કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણ તાવ, ખાંસી, થાક લાગવો અને સ્વાદ તથા ગંધની પરખમાં ઘટાડો થવો છે. ત્વચામાં પણ કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળે છે, પરંતુ શરીરનો નખના પર પણ કોરોના વાઇરસના સંક્રમણની અસર થાય છે.

કોરોના સંક્રમણ છે કે નહીં તે નખથી કેવી રીતે જાણી શકાય છે?

કોરોના સંક્રમણ બાદ અમુક દર્દીઓના નખનો રંગ ફિક્કો પડી જાય છે, અથવા તો અમુક સપ્તાહ બાદ તેનો આકાર બદલવા લાગે છે. જેને કોરોના નખ કહવામાં આવે છે. નખના આધાર પર લાલ રંગની અર્ધ ચંદ્રની આકૃતિ બને છે. જે જોતા એવું પણ લાગે છે કે, તે કોરોના સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ પહેલા પણ હતા. કોરોના સંક્રમણ થયાના 2 સપ્તાહ બાદ કોરોના દર્દીમાં આ રેખાઓ જોવા મળી હતી. જેના કેસ સામે આવ્યા છે, પણ ઓછા છે. નખ પર આ પ્રકારનો લાલ અર્ધચંદ્રાકાર કે ચંદ્ર આકાર સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળે છે અને તે પહેલાં નખના પાયાની નજીક ન જોયો હોય છે. તેથી આ આકારનો આ દેખાવ ખાસ કરીને કોરોના સંક્રમણના સંકેત હોય શકે છે.

કોરોના દર્દી એસિમ્પટમેટિક હોય તો આ નિશાનો વિશે ચિંતા કરવાની જરૂર નથી

આ અર્ધચંદ્રાકાર નખ પર કેમ રચાય છે, તેનું એક શક્ય કારણ કોરોના વાઇરસ સાથે સંકળાયેલા રક્ત વાહિનીને નુકસાન થઈ શકે છે અથવા તે કોરોના વાઇરસ સામેની પ્રતિકારક પ્રતિક્રિયાને કારણે હોય શકે છે. જેનાથી નખને નાના લોહીના ગંઠાવાનું બને છે અને રંગ નિકાળી શકાય છે. કોરોના દર્દી એસિમ્પટમેટિક હોય તો આ નિશાનો વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો કે આ બાબત સ્પષ્ટ નથી થઈ શકી કે આ ફેરફારો કેટલો સમય ચાલે છે. નોંધાયેલા કેસમાં આ ફેરફારો એક અઠવાડિયા સુધી રહ્યા હતા અને કેટલાક કેસમાં આ ફેરફારો ચાર અઠવાડિયા સુધી જોવા મળ્યા હતા.

શારીરિક તણાવને લીધે નખના વધવામાં હંગામી અવરોધ આવે છે

કેટલાક દર્દીઓએ તેમના હાથ અને અંગૂઠાની આંગળીઓના આધાર પર નવી, વિશિષ્ટ લાઇનો જોવા મળી છે. જે સામાન્ય રીતે કોરોના સંક્રમણ બાદ ચાર અઠવાડિયા કે તેથી વધુ સમય બાદ દેખાય છે. આ રેખાઓ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે કોઈ પ્રકારનાં શારીરિક તણાવને લીધે નખના વધવામાં હંગામી અવરોધ આવે છે, જેમ કે સંક્રમણ, કુપોષણ અથવા કિમોથેરેપીની આડઅસરો વગેરે. હવે તે કોરોના સંક્રમણને કારણે પણ થઈ શકે છે.

સંશોધનકારોએ કેટલીક અન્ય અસામાન્ય ઘટનાઓની પણ નોંધી લીધી

નખ દર મહિને સરેરાશ 2 MMથી 5 MMની વધે છે. આ રેખાઓ શારીરિક તાણના ચારથી પાંચ અઠવાડિયા બાદ નોંધપાત્ર બને છે. નખ વધતી સમયે જોઇ શકાય છે. તેથી નખના આધારથી આ રેખાઓ કેટલી દૂર છે, તે જોઈને તણાવપૂર્ણ ઘટનાના સમયનો અંદાજ લગાવી શકાય છે. આ રેખાઓ માટે કોઈ વિશિષ્ટ ઉપચાર નથી, કારણ કે સમસ્યાનું સમાધાન થઈ ગયા બાદ એ રેખાઓ પણ જતી રહે છે. હાલમાં ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે, કોરોના સંક્રમણની ગંભીરતા અને નખમાં થતા ફેરફારના પ્રકાર અથવા સમય ફ્રેમ વચ્ચે કોઈ સંબંધ નથી. અન્ય અસામાન્ય તારણો ઉપરોક્ત તથ્યો કોરોના સંક્રમણને કારણે બે સામાન્ય નખ ફેરફારો સાથે સંકળાયેલા છે, પરંતુ સંશોધનકારોએ કેટલીક અન્ય અસામાન્ય ઘટનાઓની પણ નોંધી લીધી છે.

કેસ નંબર - 1

એક મહિલા દર્દીએ તેના નખ આધારથી ઢીલા થઇ ગયા હતા. છેવટે કોરોના સંક્રમણના 3 મહિના બાદ તેના નખ તૂટી ગયા હતા. આ ઘટનાને ઓન્કોમાડેસીસ તરીકે ઓળખવામાં આવે છે. મહિલા દર્દીને આ ફેરફારોની સારવાર મળી ન હતી, તેમ છતાં કોરોના સંક્રમણને કારણે પડી ગયેલા નખની નીચે નવા નખ વધતા જોઈ શકાય છે, જે દર્શાવે છે કે સમસ્યાનો આપ મેળે જ ઉકેલ થઇ જાય છે.

કેસ નંબર - 2

કોરોના સંક્રમણ થયાના 112 દિવસ બાદ કોરોના દર્દીના નખ પર નારંગી રંગના નિશાન જોવા મળ્યાં હતા. જે માટે કોઈ સારવાર આપવામાં આવી ન હતી અને એક મહિના બાગ પણ આ ડાઘ ઓછા થયા ન હતો. આ ડાઘ પાછળનું મૂળ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

કેસ નંબર - 3

કોરોના દર્દીના નખ પર સફેદ રેખાઓ જોવા મળી હતી. આ મીસ લાઇન્સ અથવા ટ્રાંસવર્સ લ્યુકોનિચેઆ તરીકે ઓળખાય છે. જે કોરોના સંક્રમણની થયાના 45 દિવસ બાદ જોવા મળી હતી. આ નખ મોટા થતાં લાઇન ગુમ થઇ જતી હોય છે, જેની સારવાર કરાવવાની જરૂર હોતી નથી.

લક્ષણોની પુષ્ટિ કરવા માટે હજૂ વધુ અભ્યાસ કરવાનો બાકી

આપણે કોરોના સંક્રમણ સાથે આ ત્રણેય સ્થિતિમાં નખમાં પરિવર્તન જોઈ શકીએ છીએ, પરંતુ દરેક કેસમાં આપણી પાસે સંખ્યાબંધ દર્દીઓ છે, તેથી એમ કહી શકાય કે, આ લક્ષણો કોરોના સંક્રમણના કારણે હતા. જે સંપૂર્ણપણે શક્ય છે કે, આ ત્રણેયને આ પરિસ્થિતિ સાથે કોઈ સંબધ નથી. આવા લક્ષણોની પુષ્ટિ કરવા માટે હજૂ વધુ અભ્યાસ કરવાનો બાકી છે, કે તે કોરોના સંક્રમણના લક્ષણો સાથે ચોક્કસપણે જોડાયેલા છે. આ માટે હજૂ ઘણા વધુ કેસ પર અભ્યાસ કરવાની જરૂર પડશે. કોરોના સંક્રમણના બધા દર્દીઓમાં નખની સ્થિતિ સામાન્ય હોતી નથી અને આમાંની કેટલીક અસામાન્યતાઓનો અર્થ એ નથી કે કોઈને કોરોના સંક્રમણ થઇ ગયું છે. જો આપણે ભૂતકાળમાં કોરોના સંક્રમણના સંભવિત લક્ષણો તરીકે લઇએ પૂરાવા તરીકે નહીં.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details