ગુજરાત

gujarat

Valsad News : આ રીતે ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત, 248 શાળાના 787 નવા ઓરડાની લાંબી રાહ

By

Published : Jul 11, 2023, 8:14 PM IST

Updated : Jul 12, 2023, 6:58 AM IST

વલસાડ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકની 248 જર્જરિત સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલો એવી છે જ્યાં ઓરડા તોડી પાડવામાં આવ્યા છે પણ નવા નથી બંધાયાં. 500 વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોમાં કોમ્યુનિટી હોલ, ગ્રામ પંચાયત કે ખાનગી ઘરોના ધાબા ઉપર પતરાનાં શેડ નીચે બેસાડી ભણાવાઇ રહ્યાં છે.

Valsad News : આ રીતે ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત, 248 શાળાના 787 નવા ઓરડાની લાંબી રાહ
Valsad News : આ રીતે ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત, 248 શાળાના 787 નવા ઓરડાની લાંબી રાહ

કાર્ય ચોમાસા પૂર્વે પૂર્ણ થઇ જવું જોઈએ તે પૂર્ણ થયું નથી

વલસાડ : ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ બાળકોને સુચારુ રૂપે મળે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ વલસાડ જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકની 248 સ્કૂલોને જજરિત જાહેર કરવામાં આવી છે. જ્યાં કેટલીક સ્કૂલો એવી છે જ્યાં ઓરડા તોડી પાડવામાં આવ્યા છે. વલસાડની શાળાઓમાં જર્જરિત ઓરડા ચોમાસું આવી ગયા બાદ પણ નવા ઓરડા ન બનતા 500 વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોમ્યુનિટી હોલ કે ગ્રામ પંચાયત કે પછી ખાનગી ઘરોના ટેરેસ ઉપર પતરાના શેડ પાડીને બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

ગળતર વચ્ચે ભણતર: જ્યાં કુલ 380 વિદ્યાર્થીઓ છે તેવી 1થી 8 ધોરણની સ્કુલ છે જ્યાં હાલમાં બે પાળીમાં શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. આમાંં ધોરણ 3 અને 4 ને એકજ સ્થળ એટલે કે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં બેસાડવામાં આવે છે. જ્યાં પણ વરસાદને લઇ પાણીનું ગળતર થાય છે. પાણી પડે તે સ્થળે ડોલ મુકવામાં આવી છે. આવા પાણી ગળતા કોમ્યુનિટી હોલમાં ગુજરાતનું ભાવિ અભ્યાસ કરી રહ્યું છે.

જિલ્લાની 32શાળા એવી છે જ્યાં વિદ્યાર્થીને બેસવા માટે મુશ્કેલી છે. છતાં વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને વધુ વિદ્યાર્થીઓ હોય તો પાળી પદ્ધતિ શરુ કરવામાં આવી છે. ટેન્ડર પ્રકિયાના નિયમો અટપટા હોવાથી બે વાર ટેન્ડર કરવામાં આવ્યાં પરંતુ પ્રથમ પ્રયત્ન સફળ ન રહ્યો. કેટલાક લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. પરંતુ ચોમાસું શરુ થઇ જતા તેઓ કામ શરુ કરી શક્યાં નથી. ચોમાસું પૂર્ણ થતા કામગીરી શરુ થશે...વી. ડી. બારિયા(જિલ્લા પ્રાથમિક શિક્ષણ આધિકારી )

787 ઓરડા બનાવવા વહીવટી મંજૂરી અપાઇ : વલસાડ જિલ્લાની શાળાઓમાં જર્જરિત બનેલા ઓરડા દૂર કરી નવા ઓરડા બનવવા સરકાર દ્વારા 787 ઓરડા નવા બનાવવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં 541 જેટલા સ્થળે ઓરડા બનવવા માટેની કામગીરી પ્રગતિમાં છે. જેમાં પાયા લેવલ સુધી પહોચેલી કામગીરી 38 સ્થળે,પ્લીન્થ લેવલ સુધી પહોચેલી કામગીરીવાળી 46, ફૂટીંગ લેવલ સુધી પહોચેલી 163 અને પ્રથમ માળ અને દ્વિતીય માળની કામગીરીએ એ પહોચેલr 163 અને 96 ઓરડાva સમાવેશ થાય છે. આમાં ચોમાસું આવી જતા કામગીરી અટકી છે.

આ રીતે ભણશે ગુજરાત ? : આમ જિલ્લાની શાળાઓમાં ટેન્ડર કરવામાં આવ્યાં હોવા છતાં નવા ઓરડાઓમાં ભણવા માટે વિદ્યાર્થીઓએ હજુ કેટલી રાહ જોવી પડશે, તેની કોઇ મુદત છે કે કેમ તે જોવું રહ્યું. બાકી હાલ જે કાર્ય ચોમાસા પૂર્વે પૂર્ણ થઇ જવું જોઈએ તે પૂર્ણ થયું નથી અને તેના ભોગે વૈકલ્પિક વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ રીતે ભણશે ગુજરાત તો આગળકેવી રીતે વધશે ગુજરાત જેવા પ્રશ્નો ઉઠે છે.

  1. ગુજરાતનો વિકાસ અભેરાઈ ચડ્યો :'શાળા છે, ઓરડા છે, ભણવા માટે વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ ભણાવવા શિક્ષકો નથી'
  2. વલસાડની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓને કફોડી હાલત
  3. બોડેલીની ચલામલી પ્રાથમિક શાળાનાં ઓરડા ધરતીકંપ વગર ધ્રૂજતી હાલતમાં
Last Updated : Jul 12, 2023, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details