ETV Bharat / state

વલસાડની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓને કફોડી હાલત

author img

By

Published : Mar 26, 2021, 7:24 PM IST

એક તરફ સરકાર મોટા મોટા વાયદાઓ કરી રહી છે, તો બીજી બાજું રાજ્યની સરકારી શાળાઓની હાલત ખુબ જ દયનીય છે. વલસાડ જિલ્લાની પ્રાથમિક સરકારી શાળાના ઓરડાઓ જર્જરીત હાલમાં પડ્યા છે. જેને કારણે વિદ્યાર્થીઓને વૃક્ષ નીચે બેસીને શિક્ષણ લેવાનો વારો આવ્યો છે.

school
વલસાડની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓને કફોડી હાલત

  • 4 ઓરડા જોખમી બનતા વિદ્યાર્થીઓને અંદર ન બેસાડવા CRCએ જણાવ્યું છે
  • જર્જરિત મકાન તોડી પાડવા માટેની દરખાસ્તને મજૂરી અપાઈ ચૂકી છે
  • નવા મકાન માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હજૂ બાકી છે જેથી મકાનો તોડવા કે નહીં તે અંગે હજૂ મુંઝવણ

વલસાડ: શિક્ષણ ને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત સરકાર અવનવા ગતકડા અમલમાં મૂકી રહી છે, ત્યારે પાયાની સુવિધા આજે પણ પ્રાથમિક સ્કૂલોમાં ઉપલબ્ધ નથી. વર્ષો જૂની શાળામાં બનેલા મકાનોને 80 થી 100 વર્ષ થઈ ચૂક્યા છે અને તે જર્જરિત બની ચુક્યાં છે .જેને કારણે વિદ્યાર્થીઓ હાલમાં વિદ્યાર્થીઓ આંબાના ઝાડ નીચે બેસીને શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. વલસાડ તાલુકાના સારંગપુર ગામે આવેલી પ્રાથમિક શાળાના 4 ઓરડા અત્યંત જર્જરિત બનવાને કારણે તમામ વિધાર્થીઓને હાલ ઓફલાઇન શિક્ષણ બહાર સ્કૂલ પરિસરમાં બેસી ભણવા માટે મજબુર બન્યા છે. જોકે આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની હાલ ખાત્રી આપી છે.

આ પણ વાંચો : વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

આંબાના ઝાડ નીચે વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે શિક્ષણ

વલસાડ તાલુકાના સારંગપુર ગામે આવેલ 1 થી 8 ધોરણ ની પ્રાથમિક શાળામાં કુલ ચાર જેટલા ઓરડા આવેલા છે જેમાં હાલ બે ઓરડા ખુબ જ જર્જરીત હાલતમાં છે. જેના કારણે આ ઓરડામાં કોઈપણ વિદ્યાર્થીને બેસાડી શિક્ષણ આપી શકાય તેમ નથી. તેથી વિદ્યાર્થીઓને બહાર બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જોકે હાલમાં કોરોના ચાલી રહ્યો હોવાને કારણે હાલ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર પરિસરમાં આંબાના ઝાડ નીચે બેસાડી ને શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે જેમાં હાલ કુલ 36 જેટલા વિદ્યાર્થીઓ રોજિંદા શિક્ષણ મેળવવા માટે આવી રહ્યા છે.

વલસાડની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓને કફોડી હાલત
આ સમગ્ર બાબતે સ્કૂલના મહિલા આચાર્યએ કેમેરા સમક્ષ આવવાનું ટાળ્યું હતુંસારંગપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ચાર જેટલા ઓરડા આવેલા છે અને આ ઓરડાઓ અત્યંત જર્જરિત હાલતમાં છે તેના કારણે તમામ વિદ્યાર્થીઓને ભર ઉનાળે આંબાના ઝાડ નીચે બેસીને શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે ત્યારે આ સમગ્ર બાબતે આચાર્યને પૂછપરછ કરતા તેમણે કેમેરા સમક્ષ આવવાનું ટાળ્યું હતું અને તેમણે જણાવ્યું કે તેમના ઉપરી અધિકારી તેમને ઠપકો આપી શકે છે જેથી કરીને આ બાબતે તેમણે કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો : વલસાડના 8 સ્થળોએ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે

જર્જરીત ઓરડામા ને તોડી પાડવાની મંજૂરી મળી ચૂકી છે

વલસાડ જિલ્લામાં અંદાજિત 600થી વધુ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે અને આ તમામ ઓરડાઓ બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિવિધ સ્કૂલોની અરજીઓ આવીને પેન્ડિંગ હાલતમાં પડી છે જેની પાછળનું કારણ છે કે સરકાર દ્વારા નવા ઓરડા બનાવવાની કોઇ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જેના કારણે આ તમામ પ્રક્રિયા ખોરંભે પડી છે અને તેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહયા છે. કારણકે જર્જરીત ઓરડામા વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસક્રમ કરાવી શકાય તેમ નથી ત્યારે બીજી તરફ ઓરડાઓ તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ નવા ઓરડાના બને ત્યાં સુધી આ જર્જરીત ઓરડી તોડી પાડવામાં આવે તો વિદ્યાર્થીઓ બેસશે ક્યાં જેવા અનેક સવાલો સાથે શાળાના શિક્ષકો ખૂબ જ મૂંઝવણમાં મૂકાઇ જાય છે. શિક્ષણ વિભાગ અને સરકારની ઢીલી નીતિને કારણે આ બંનેની ખેંચ તાણમાં વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.

વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની ખાતરી આપી

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી .ડી. બારીયાએ જણાવ્યું કે વલસાડ જિલ્લાની આવી અનેક શાળાઓ માં વર્ગખંડો જર્જરિત હાલતમાં છે જોકે હાલમાં કોરોના ને કારણે મોટાભાગે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી હોય તેથી આવી કોઈ ફરિયાદ તેમની સમક્ષ આવી નથી પરંતુ 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ હાલમાં ચાલી રહ્યું છે અને જ્યાં સુધી સારંગપુર શાળાની વાત હોય આ શાળાના વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા માટે વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવશે તે માટે હાલ ગામના અગ્રણી અને સરપંચ સાથે ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને ટૂંક જ સમયમાં તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.