ગુજરાત

gujarat

ટુકવાડા ગામે લગ્નમાં વૃદ્ધને માઠું લાગી જતા કરી આત્મહત્યા

By

Published : Jun 1, 2021, 4:26 PM IST

પારડી તાલુકાના ટુકવાડા ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધે માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોએ લગ્ન પ્રસંગે વૃદ્ધ માટે લગ્નમાં પહેરવા માટે લઈ આપેલા કપડાં અને બુટ ન પહેરતા પરિવારજનોએ વૃદ્ધને કપડા કેમ નથી પહેર્યાનું પૂછતા કરતા વૃદ્ધને માઠું લાગ્યું હતું. લગ્ન પ્રસંગ છોડી ઘરે આવી વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતી.

Tukwada News
Tukwada News

  • ટુકવાડા ગામે 65 વર્ષીય વૃદ્ધે દુકાનના પાછળના ભાગના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • સાળીના છોકરાના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગે પહેરવા માટે પરિવારજનોએ વૃદ્ધ માટે કપડાં અને બુટ લીધા હતા
  • ક્યારેક-ક્યારેક ઉગ્ર સ્વભાવ પણ વ્યક્તિને મોત સુધી લઈ જતો હોય છે

વલસાડ : પારડી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પારડી તાલુકાના ટુકવાડા ગામે બાવરી ફળિયામાં રહેતા રમેશભાઈ ભીખુભાઈ આહિર ઉંમર વર્ષ 65 જેઓ પોતાના સાળીના છોકરાના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં પહેરવા માટે પરિવારજનોએ તેમને નવા કપડાં અને બુટ લઇ આવ્યા હતા, પરંતુ રમેશભાઈને કપડા સાથે કોઈ લગાવ ન હોય લગ્ન પ્રસંગે તેઓ સાદા કપડાં પહેરીને પહોંચ્યા હતા અને અને લગ્નમાં હાજરી આપી હતી

તુકવાડા ગામમાં વૃદ્ધે આત્મહત્યા કરી

આ પણ વાંચો :Teenage Love Storyનો કરૂણ અંત - બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે વાત કરતા, તરૂણીએ કરી આત્મહત્યા

સ્વભાવે ખૂબ ઉગ્ર એવા વૃદ્ધ લગ્ન પ્રસંગે નવા કપડાં નહીં પહેરતા પરિવારજનોએ કપડા બાબતે પૂછપરછ કરી હતી

ટુકવાડા ગામે રહેતા રમેશભાઇ ભીખુભાઈ આહિરના સાળીના છોકરાના લગ્ન પ્રસંગમાં પરfવારજનોએ તેમને નવા લઈ આપેલા કપડાં પહેર્યા વિના જ તેઓ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેના કારણે તેમના પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરતા રમેશભાઈને પૂછપરછ કરી હતી કે, લગ્ન પ્રસંગ માટે લીધેલા કપડા તમે કેમ નથી પહેર્યા. તેને લઈને વૃદ્ધને માઠું લાગી આવ્યું હતું.

ટુકવાડા

આ પણ વાંચો : રાજકોટમાં પતિને કોરોના થતા વૃદ્ધાએ કરી આત્મહત્યા

લગ્ન પ્રસંગ છોડી વૃદ્ધ ઘરે આવી આત્મહત્યા કરી

પરિવારજનોએ નવા કપડા કેમ નથી પહેરવાની પૂછપરછ કરતાની સાથે ઉગ્ર સ્વભાવના રમેશભાઈ આહિરને માઠું લાગી આવતા તેઓ લગ્ન પ્રસંગ વચ્ચેથી મૂકી પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને ઘરમાં ચાલતી કરિયાણાની દુકાનના પાછળના ભાગમાં આવેલા રૂમમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ ઘટનાની જાણ પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે થઈ હતી. જે બાદ તેમણે પારડી પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણકારી પારડી પોલીસને મળતાની સાથે જ પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ કરાવવા માટે ઉદવાડા ખાતે આવેલા ઓરવાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમની કાર્યવાહી માટે જરૂરી કામગીરી હાથ ધરી હતી.

ટુકવાડા

ABOUT THE AUTHOR

...view details