ગુજરાત

gujarat

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કપરાડામાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

By

Published : Oct 19, 2020, 7:53 PM IST

કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યવસ્થાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો.

સી આર પાટીલ
સી આર પાટીલ

  • સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • કાર્યકર્તાઓને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન
  • કપરાડામાં કરાયું વ્યવસ્થાલક્ષી માર્ગદર્શન બેઠકનું આયોજન

વલસાડ: કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ક્યા મુદ્દાઓને મતદારો સુધી લઈ જવા અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના વિકાસના કાર્યોની માહિતી જનતા સુધી કેવી રીતે પહોંચાડવી અને કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને જીતાડવામાં કાર્યકર્તાઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તેને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં વ્યવસ્થાલક્ષી માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યા બાદ યુવા મોરચાના કાર્યકરોને પણ પ્રચાર-પ્રસાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કપરાડામાં સી આર પાટીલે કાર્યકર્તાઓને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

ABOUT THE AUTHOR

...view details