ગુજરાત

gujarat

Vadodara Crime: હોળીની રજા માણવા ગયેલા ITM કૉલેજના ડ્રાઈવરનો મળ્યો મૃતદેહ, રહસ્ય ગૂંચવાયું

By

Published : Mar 16, 2023, 6:45 PM IST

વડોદરાની આઈટીએમ કૉલેજના ડ્રાઈવરનો રહસ્યમયી રીતે મૃતદેહ મળતા ચકચાર મચી હતી. તેઓ હોળી ધૂળેટીની રજા હોવાથી પોતાના વતન મધ્યપ્રદેશ રજા માણવા ગયા હતા, પરંતુ તેમનો મૃતદેહ વરસાદી પાણીમાં મળતાં રહસ્ય ગૂંચવાયું છે.

Vadodara Crime: હોળીની રજા માણવા ગયેલા ITM કૉલેજના ડ્રાઈવરનો મળ્યો મૃતદેહ, રહસ્ય ગૂંચવાયું
Vadodara Crime: હોળીની રજા માણવા ગયેલા ITM કૉલેજના ડ્રાઈવરનો મળ્યો મૃતદેહ, રહસ્ય ગૂંચવાયું

પોલીસે શરૂ કરી તપાસ

વડોદરાઃ'ધરતીનો છેડો ઘર' એટલે કે, કોઈ પણ વ્યક્તિ પોતાના વેપાર-ધંધા અર્થે પરિવારથી દૂર જતો હોય છે અને તહેવાર મનાવવા પોતાના વતનમાં આવતા હોય છે. આવી જ રીતે હોળી અને ધૂળેટીના તહેવારના પર્વ નિમિત્તે શાળા-કૉલેજમાં રજા હોવાના કારણે હોળીની રજા માણવા માટે વડોદરા રોડ ઉપર આવેલી આઈટીએમ કૉલેજનો ડ્રાઈવર પોતાના વતન મધ્યપ્રદેશ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોના કારણે તે રજાઓ ભોગવી પરત આવ્યો નહતો અને તેનો મૃતદેહ એક વરસાદી કાસમાંથી મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃVadodara Crime: હોળીના પર્વ પર હત્યા કરનારા ઝડપાયા, આ રીતે ઉકેલાયો ભેદ

હોળીની રજામાં ડ્રાઈવર જઈ રહ્યો હતો વતનઃમળતી માહિતી અનુસાર, રાજેશ ગિરધરલાલ, જેઓ વાઘોડિયા રોડ ખાતેની આઈટીએમ કૉલેજમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જેથી કૉલેજના વિદ્યાર્થીઓને અને સ્ટાફને વડોદરાથી કૉલેજ સુધી લાવવા લઈ જવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કરતા હતા. પરંતુ હોળી-ધૂળેટીની રજાના કારણે તેઓ પોતાના વતન જઈ રહ્યા હતા. જોકે, તેઓ પોતાના વતને ન પહોંચ્યા અને તેમનો મૃતદેહ વરસાદના પાણીમાં મળી આવ્યો હતો. ત્યારે આ મામલે રહસ્ય ગહેરાઈ રહ્યું છે. તેમનો મૃતદેહ મળતા આસપાસના રહીશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ મૃતકના મિત્રને જાણ થતાં તે પણ અન્ય મિત્રો સાથે અહીં પહોંચ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયોઃકૉલેજના સ્ટાફ અને પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી મૃતકને ઓળખી કાઢ્યો હતો. આ સમગ્ર બનાવવાની જાણ વડોદરા આજવા પોલીસ આઉટ પોસ્ટને થતાં પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમનાં મૃતદેહ ઉપર કબજો મેળવી પીએમની કાર્યવાહી અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃUmesh Pal Murder Case : ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ ત્રણ કારના સીસીટીવી સામે આવતા અનેક તર્ક-વિતર્ક

પોલીસે શરૂ કરી તપાસઃ મૃતક ડ્રાઈવર મહેનત કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેવામાં આજે તેમનો મૃતદેહ મળી આવતાં કુટુંબના સભ્યોએ તેમની છત્રછાયા ગુમાવી હતી. આ બનાવને લઈને પરિવારજનો, કૉલેજ સ્ટાફ અને મિત્રમંડળ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. હાલ તો આ બનાવે રહસ્ય ઉકેલાવાનું બાકી છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવવાની સંભાવનાઓ છે.

ABOUT THE AUTHOR

...view details