ગુજરાત

gujarat

વડોદરા કોર્પોરેશને કોરોના સંક્રમણ વધતા 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો

By

Published : Apr 9, 2021, 7:55 PM IST

વડોદરા શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 50 ટકા કર્મચારીઓ કામ કરશે અને અન્ય વ્યક્તિઓ પર પાબંદી લગાવવામાં આવી છે.

કોરોના સંક્રમણ વધતાં વડોદરા કોર્પોરેશને 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો
કોરોના સંક્રમણ વધતાં વડોદરા કોર્પોરેશને 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો

  • કોરોના મહામારીના કારણે 50 ટકા સ્ટાફનો નિર્ણય લેવાયો છે
  • અધિકારીઓ, કર્મચારીઓ અને પટાવાળા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા
  • મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભયમાં કામગીરી કરી રહ્યા છે

વડોદરાઃ શહેરમાં ચારે તરફ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. શહેરના તમામ વિસ્તારોમાં કોરોનાએ એન્ટ્રી કરી છે, જેમાં સરકારી ઓફિસો, કચેરીઓ, બેન્ક, સ્કૂલ, યુનિવર્સિટી, કંપનીઓ પર કોરોનાના સંક્રમણમાંથી બાકાત નથી. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને પટાવાળા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે રોજે રોજ સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભયમાં કામગીરી કરી રહ્યા છે.

કોરોના સંક્રમણ વધતાં વડોદરા કોર્પોરેશને 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો

આ પણ વાંચોઃશાકભાજી વિક્રેતાઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા બારડોલી નગરપાલિકાની સૂચના

પાલિકાના મેઇન ગેટને બંધ કરવામાં આવ્યો હતો

કર્મચારીઓ ભયમુક્ત વાતારણમાં કામ કરી શકે તે માટે પાલિકાના મેઇન ગેટને બંધ કરવામાં આવ્યો હતો અને જરૂરી કામ વગરના બહારના વ્યક્તિઓ માટે પ્રવેશ પર પાબંદી લગાવવામાં આવી હતી. જો અગત્યના કામ હોય તો પાલિકાના જનસેવા કેન્દ્ર પર કામની અરજીઓ આપવામાં આવશે. મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો જરૂરી કામ અર્થે આવતા હોય છે. જેથી ભીડ સર્જાતા પાલિકાતંત્ર દ્વારા બહારના વ્યક્તિ ઉપર પાલિકામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ વધતાં વડોદરા કોર્પોરેશને 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો

આ પણ વાંચોઃહજીરાના મોરાગામમાં સ્વૈચ્છિક લાકડાઉન

50 ટકા કર્મચારીઓ અને આરોગ્યના કામમાં લેવા જોઈએ

છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કંપનીઓ દ્વારા પગાર પણ આપવામાં આવી રહ્યો છે. અમુક કંપનીમાંતો કર્મચારીઓને છૂટા પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓને વડોદરા મહાનગર પાલિકામાં 50 ટકા સ્ટાફનો નિર્ણય કોરોના મહામારીના કારણે લેવામાં આવ્યો છે તે નિર્ણય સારો છે. પરંતુ એવા કર્મચારીઓને ઘરે બેઠા પગાર આપો એના કરતાં એવા અધિકારીઓને લાયકાત પ્રમાણે આરોગ્યની કામગીરી આપવામાં આવે તો કામગીરી વધુ ઝડપી થઈ શકે. કોરોના જે પ્રમાણે બેકાબુ થઇ રહ્યો, એ પ્રમાણે કર્મચારીઓને પણ આરોગ્ય વિભાગની કામગીરી જોતરાઈ તો વધુ ઝડપી થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details