ગુજરાત

gujarat

લોકોની સેવા કરવાનો દાવો કરનારા AAPના નેતા ગૌતમ પટેલ નીકળ્યા વ્યાજખોર, હવે વોન્ટેડ જાહેર

By

Published : Dec 20, 2022, 9:28 AM IST

સુરતમાં પોલીસે આમ આદમી પાર્ટીના વ્યાજખોર નેતાની ધરપકડ કરતા ચકચાર મચી (Surat Police investigation for AAP Gautam Patel) છે. પોલીસે વ્યાજખોરો સામે લાલ આખ કરી 12 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. તેમાંથી એક આરોપી આપનો નેતા (Usury Terror in Surat) નીકળ્યો હતો. તો પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

લોકોની સેવા કરવાનો દાવો કરનારા AAPના નેતા ગૌતમ પટેલ નીકળ્યા વ્યાજખોર, હવે વોન્ટેડ જાહેર
લોકોની સેવા કરવાનો દાવો કરનારા AAPના નેતા ગૌતમ પટેલ નીકળ્યા વ્યાજખોર, હવે વોન્ટેડ જાહેર

વ્યાજખોરો સામે લાલ આંખ

સુરતશહેર પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી (Usury Terror in Surat) છે. તે અંતર્ગત પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 14 ગુના નોંધાયા હતા. આના આધારે પોલીસે 12 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. તો પોલીસે પકડેલા વ્યાજખોરોમાંથી એક વ્યાજખોર આમ આદમી પાર્ટીનો નેતા ગૌતમ પટેલ નીકળ્યો હતો. પોલીસે આ નેતા સામે ફરિયાદ (Surat Police investigation for AAP Gautam Patel) નોંધી હતી. જોકે, અત્યારે ગૌતમ પટેલ વોન્ટેડ છે.

વ્યાજખોરો સામે લાલ આંખ શહેરમાં વ્યાજખોરોને અંકુશમાં લેવા માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે (Ajay Tomar Surat Police Commissioner) પોલીસને કડક હાથે કામ લેવાની સૂચના આપી છે. તેના અનુસંધાને પોલીસે શહેરના વ્યાજખોરોની યાદી બનાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કર્યું છે, જેમાં અલગ અલગ 14 ગુનાનો દિને એક મહિલા સહિત 12 વ્યાજખોરોની ધરપકડ (Usury Terror in Surat) કરવામાં આવી છે.

2 પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુના પાંડેસરા (Pandesara Police Station) અને ખટોદરા પોલીસ મથકમાં (Khatodara Police Station) ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં વ્યાજખોરોએ (Usury Terror in Surat) 19.51 લાખ ધિરાણની સામે 37 લાખ રૂપિયાની વસૂલી લીધા હતા. વ્યાજખોરોની લિસ્ટમાં માદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ (Surat Police investigation for AAP Gautam Patel) પણ સામેલ છે. જોકે, તેની ધરપકડ કરવામાં આવી નથી. ગૌતમ પટેલ નાસી ગયો છે. ગૌતમ પટેલએ 2 લાખ વ્યાજે આપ્યા હતા, જેના બદલામાં 4.50 લાખ વસૂલ્યા સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઈલ પણ કબજે કરી છે.

14 વ્યાજખોરોની સામે ગુનાઆ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે (Ajay Tomar Surat Police Commissioner) જણાવ્યું હતું કે, વ્યાજખોરોની પઠાની (Usury Terror in Surat) ઉઘરાણીને પગલે ઘણા કિસ્સામાં લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધા હોવાના બનાવો બન્યા છે. આ વ્યાજના દૂષણ ડામવા પોલીસે વ્યાજખોરોની (Usury Terror in Surat) એક યાદી બનાવી હતી અને તેની ધરપકડનો દોર પણ શરૂ કર્યો છે. પોલીસે પાંડેસરામાં 11 અને ઘાટોદરા પોલીસે ત્રણ મળી કુલ 14 વ્યાજખોરોની સામે ગુના નોંધ્યા છે.

ABOUT THE AUTHOR

...view details