ગુજરાત

gujarat

બારડોલીમાં કમોસમી વરસાદ, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 3:04 PM IST

બારડોલી સહિત સુરત જિલ્લામાં રવિવારે સવારે અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. Fear of damage to crops including vegetables, Unseasonal rains worry farmers in Bardoli

unseasonal-rains-worry-farmers-in-bardoli-fear-of-damage-to-crops-including-vegetables
unseasonal-rains-worry-farmers-in-bardoli-fear-of-damage-to-crops-including-vegetables

બારડોલીમાં કમોસમી વરસાદ

સુરત: શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેમ બારડોલી અને ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાય (Unseasonal rains worry farmers in Bardoli) છે.

ખેડૂતોની ચિંતા વધી:હવામાન વિભાગે બે દિવસ દરમ્યાન ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. જે રવિવારના સાચી ઠરી હતી. વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં વાદળ છવાયા બાદ ગાજવીજ સાથે માવઠું થયું હતું. બારડોલી, પલસાણા અને મહુવા તાલુકામાં વરસાદને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ હતી.

શેરડી પાકને અસર:એક તરફ ખેડૂતો દ્વારા શેરડી રોપણી અને કાપણીનું કાર્ય ચાલી રહ્યું છે. જેને પણ કમોસમી વરસાદથી અસર થવાની સંભાવના છે. વિસ્તારની સુગર ફેકટરીઓ શરૂ થયાને માંડ પંદર દિવસ થયા છે ત્યાં વરસાદ પડતાં જમીન ભીની થઇ ગઇ છે. આથી કાપણી અટકી પડે તો સુગર મિલોને મળતા પુરવઠા પર પણ અસર થાય તેમ છે. વરસાદે સુગર મિલ સંચાલકો પણ ચિંતા વધારી દીધી (Fear of damage to crops including vegetables) છે.

છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો:શિયાળાની શરૂઆત હોય લોકો સ્વેટર કે જેકેટ પહેરતા હોય છે. પરંતુ રવિવારની સવારે લોકોએ છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર ખાડા ખાબોચિયા ભરાય ગયા હતા તેમજ રસ્તા ભીના થઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી હતી.

  1. ભરશિયાળે જામ્યું ચોમાસું; ગુજરાતના જિલ્લા બન્યા હિલ સ્ટેશન, ઠંડીમાં 4 ડિગ્રીનો થશે વધારો
  2. કમોસમી વરસાદની વચ્ચે ભાવિકોએ કરી લીલી પરિક્રમા, જાણો કેવો રહ્યો અનુભવ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details