ગુજરાત

gujarat

Surat News: સુરતમાં બે વર્ષની નાની બાળકીને ત્રણ થી ચાર કુતરાઓએ ભર્યા બચકા

By

Published : Feb 19, 2023, 4:28 PM IST

સુરત શહેરમાં ફરી પાછો કુતરાઓનો આતંક સામે આવ્યો છે. શહેરના ખજોડ વિસ્તારમાં શ્રમજી પરિવારની બે વર્ષની નાની બાળકીને આજે સાવરે ત્રણ થી ચાર કુતરાઓએ શરીર ઉપર બચકા ભરતા બાળકી ઇજાગ્રસ્થ થઈ હતી. જોકે બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવામાં આવી છે.

Surat News: સુરતમાં બે વર્ષની નાની બાળકીને ત્રણ થી ચાર કુતરાઓએ ભર્યા બચકા
Surat News: સુરતમાં બે વર્ષની નાની બાળકીને ત્રણ થી ચાર કુતરાઓએ ભર્યા બચકા

Surat News: સુરતમાં બે વર્ષની નાની બાળકીને ત્રણ થી ચાર કુતરાઓએ ભર્યા બચકા

સુરત: સુરત શહેરમાં દિવસે દિવસે ડોગ બાઈટના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત ખજોદગામ પાસે આવેલ ડાયમંડ બુર્સ રહેતા શ્રમજી પરિવારની બે વર્ષની નાની બાળકીને આજે સાવરે 10:00 વાગ્યાની આસપાસ ત્રણ થી ચાર કુતરાઓએ શરીર ઉપર બચકા ભરતા બાળકી ઇજાગસ્થ થઈ હતી જોકે બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવામાં આવ્યો છે.હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:મહિલા આપઘાત કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી

30 થી 40 જેટલા ડોગ બાઈટના નિશાનો મળી આવ્યા: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર તેજેશએ જણાવ્યું હતુંકે, આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સમાં બે વર્ષની બાળકીને લાવવામાં આવ્યો હતો. આ બાળકીને શહેરના ખજોદગામ પાસે આવેલ ડાયમંડ બુર્સ રહેતા શ્રમજી પરિવારની બે વર્ષની નાની બાળકી છે. આ બાળકીના શરીર ઉપર લગભગ 30 થી 40 જેટલા ડોગ બાઈટના નિશાનો મળી આવ્યા હતા. બાળકીના માથા, છાતીના અને પ્રાઇવેટ ભાગે ખૂબ જ ગંભી ઇજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો:મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

બાળકીને સર્જરી વિભાગમાં કરાઈ દાખલ: વધુમાં જણાવ્યુંકે, બાળકી ઇમરજન્સી વિભાગમાં ડોગ બાઈટના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. તે ઉપરાંત અન્ય ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. બાળકીને હાલ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.જોકે બાળકીનું પરિવાર ખજોદ ડાયમંડ બુર્સમાં મજૂરી કામ કરે છે. આ બાબતે ખજોદ વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે.મેં આ મામલે ડોગ પકડવાના અધિકારીઓને જાણ કરી છે. અને તેઓ સ્થળ ઉપર પહોંચી પણ ચૂક્યા છે.

ડોગ પકડવાની કામગીરી ચાલુ: જોકે શહેરમાં ઘણા દિવસોથી ડોગ પકડવાની કામગીરી ચાલી રહી છે, તથા ડોગ બાઈટના કેસમાં વધારો થતા જ મહાનગરપાલિકા દ્વારા ડોગ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તથા આ કેસ ડાયમંડ બુર્સ પાસે આવેલ દમ્પીંગ પાસે ઘણા બધા ડોગ ત્યાં ફરતા હોય છે. જેની અમને આગળ માહિતી મળી હતી. અને ત્યારે પણ આ મામલે ઘણા બધા ડોગને પકડવાની કામગીરી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details