ETV Bharat / state

મહિલા આપઘાત કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી

author img

By

Published : Feb 19, 2023, 2:18 PM IST

પાટણમાં instagram થી મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી આપતા એક મહિલાએ આપઘાત કર્યો હતો. આ કેસમાં હવે પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

dead womans husband files molestation complaint against lover who stole lakhs of jewelery in patan_rtu_Gj10046
dead womans husband files molestation complaint against lover who stole lakhs of jewelery in patan_rtu_Gj10046

પાટણના ચકચારી આપઘાત કેસમાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ

પાટણ: પાટણના ચકચારી આપઘાત કેસમાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે પાટણમાં બે બાળકોની માતા એવી પરિણીત મહિલા સાથે instagram થી મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બિભસ્ત ફોટા પાડી બ્લેક મેલ કરી 67 તોલા સોનું અને સાડા ચાર કિલો ચાંદીના ઘરેણા મેળવ્યા હતા.

બિભસ્ત ફોટા વાયરલ કરવાની આપી ધમકી: પરિણીતાએ તે ઘરેણા પરત માંગતા બિભસ્ત ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા પ્રેમીના ત્રાસથી કંટાળેલી પરણીતાએ સિદ્ધિ સરોવરમાં ગતરોજ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી નાખ્યાનો ઘટસ્પોટ થતા ખળભળાટ મચ્યો છે. પરણીતાના પતિએ મૃતક ના પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાથી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની નોંધી ફરિયાદ
પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની નોંધી ફરિયાદ

શું છે સમગ્ર મામલો?: પરણીતાના પતિ ઘી વાળા જીગ્નેશકુમાર દિનેશ કુમારે મહિલાના પ્રેમી ઠક્કર મહેશભાઈ રમેશભાઈ હાલ રહે પાટણ રળિયાત નગર મૂળ રહે સોઢવ તાલુકો હારીજ વાળા સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઘટસ્ફોટ કર્યો છે કે પત્ની દિક્ષિતા સાથે ઠક્કર મહેશે instagram થી મિત્રતા કેળવી હતી અને અવારનવાર વાતચીત કરતો હતો. દરમ્યાન પરણીતા જીમમાં રોજ કસરત કરવા જતા ત્યાં રૂબરૂ મળી વિશ્વાસ કેળવ્યો હતો અને જણાવેલ કે પોતાનો અમદાવાદમાં બિઝનેસ ચાલે છે જેમાં ઘણા પૈસા રોકાયેલા છે માટે એક મહિનાના વાયદે પાંચ લાખ રૂપિયાની જરૂર છે આથી પરણી જાય તેને આશરે 67 તોલા સોનું અને સાડાચાર કિલો ચાંદીના ઘરેણા આપ્યા હતા સમય જતા તે પરત માંગતા અવારનવાર વાયદા કરી ગેસ્ટ હાઉસમાં બોલાવી શરીર સંબંધ બાંધી વિભસ્ત ફોટા પાડ્યા હતા. જે વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવી માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ તપાસ તેજ: આ ગુનાની તપાસ કરનાર પાટણ એ ડિવિઝન પી.આઈ આર એમ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિની ફરિયાદને આધારે પોલીસે મહેશ ઠક્કર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે આઇપીસી કલમ 306 420 506 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર પ્રેમી મહેશ ઠક્કરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો Valsad Crime: હોસ્ટેલમાં 4 યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા, તપાસનો ધમધમાટ શરૂ

ન્યાયની માગ: મૃતક મહિલાના પતિ જીગ્નેશ ઘીવાળાએ જણાવ્યું હતું અમારા ઘરે સામાજિક પ્રસંગ વખતે દાગીના નહીં મળતા ઘરના તમામ સભ્યોને પૂછતા પત્ની દિક્ષિતાએ આ દાગીના મહેશ ઠક્કરને આપ્યા હોવાની જાણ કરી હતી. મહેશ ઠક્કરે આ સોના ચાંદીના દાગીના પાટણના એક સોની વેપારીને આપ્યા હોવાની જાણ થતા જીગ્નેશ ઘીવાળાએ ચાર દિવસ અગાઉ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જે અનુસંધાને પોલીસે કેટલાક દાગીના કબજે લીધા હતા અને 16 તોલા દાગીના રિકવર કર્યા હોવાનું પોલીસ સ્ટેશનમાંથી અમોને જણાવાયું છે.

આ પણ વાંચો Accused arrested After 32 years: મુંબઈ લૂંટ કેસમાં ફરાર આરોપીની 32 વર્ષ બાદ ધરપકડ

ન્યાયની ખાતરી: સોના ચાંદીના દાગીના રિકવર મુદ્દે તપાસ અધિકારી એમ આર પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતકના પતિની અરજી મળી હતી. જેથી મહેશ ઠક્કરનો સંપર્ક કરતા તે મળ્યો ન હતો ત્યારબાદ જ મહિલાએ આપઘાત કર્યો છે. હજી તો આરોપી મહેશ ઠક્કરને પકડવાનો બાકી બાકી છે. તેને પકડ્યા પછી સોના ચાંદીના દાગીના અંગે પૂછપરછ કરી દાગીના કઈ કઈ જગ્યાએ આપ્યા છે તે જાણી રિકવર કરવામાં આવશે હાલમાં પોલીસે સોના ચાંદીના કોઈપણ દાગીના રિકવર કર્યા નથી. તપાસમાં જે દાગીના રિકવર થશે એટલે કાયદાકીય રીતે ફરિયાદીને પરત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.