ગુજરાત

gujarat

દારૂના અડ્ડાઓ પરથી આવતા હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે: અમિત ચાવડા

By

Published : Oct 8, 2019, 7:56 PM IST

સુરતઃ મોદી સમાજને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણી મામલે આવનારી 10 તારીખે સુરત કોર્ટમાં હાજર રહેશે. જે અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરત ખાતે કાર્યકરોની મીટીંગ યોજી હતી. ગુજરાતમાં દારૂબંધીને લઈ અશોક ગેહલોતના નિવેદન બાદ આ મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રતિક્રિયા પર પ્રશ્ન ઉભો કરતા ચાવડાએ જણાવ્યું હતું કે, દારૂના અડ્ડાઓ પરથી આવતા હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે.

hghg

લોકસભા ચૂંટણી સમયે મોદી સમાજ પર વિવાદિત નિવેદનને લઈ રાહુલ ગાંધી પર સુરત કોર્ટ ખાતે પિટિશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને 10મી ઓક્ટોમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. જેથી રાહુલ ગાંધી આ દિવસે સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને લઇ સુરતમાં કોંગ્રેસ નેતા અને કાર્યકરોની મીટીંગ યોજાઈ હતી.

દારૂના અડ્ડાઓ પરથી આવતા હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે : અમિત ચાવડા

અમિત ચાવડા સુરત આવી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સાથે મીટીંગ કરીને જણાવ્યુ હતું કે, કોર્ટ પ્રક્રિયા બાદ રાહુલ ગાંધી કાર્યકરોને મળશે. જેનો ઉત્સાહ કાર્યકરોમાં જોવા મળે છે. હાલ રાજ્યભરમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું ગુજરાતમાં દારૂબાંધીને લઈ જે નિવેદન આપવામાં આવ્યું છે, તેને લઈ વિવાદ ઉભો થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ આરોપોને વખોડી કાઢ્યા છે અને ગુજરાતનું અપમાન હોવાનુ જણાવ્યું છે, ત્યારે આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું ચોંકાવનારું નિવેદન સુરત ખાતે સામે આવ્યું છે. તેઓએ દારૂબંધીને લઈ નિવેદન આપતા કહ્યું કે, દારૂના અડ્ડાઓ ઉપરથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી બુટલેગરોના હપ્તા પહોંચે છે. હપ્તાના કારણે સરકાર કાર્યવાહી કરતી નથી. ગુજરાત સરકારને દારૂના અડ્ડા દેખાતા નથી. દારૂના અડ્ડાના સરનામા જોઈતા હોય તો કોંગસ આપશે, સરકાર ઈચ્છે તો એક ટીપું દારૂ વહેંચી શકે નહીં.

Intro:સુરત : મોદી સમાજને લઈ વિવાદિત ટિપ્પણી મામલાને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવનારી10 તારીખે સુરત કોર્ટમાં હાજર રહેશે.જે અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ સુરત ખાતે કાર્યકરોની મીટીંગ યોજી હતી. ગુજરાતમાં દારૂબંધી ને લઈ અશોક ગહલોતના નિવેદન બાદ આ મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રતિક્રિયા પર પ્રશ્ન ઉભો કરતા ચાવડાએ જણાવ્યુ હતુ કે દારૂના અડ્ડાઓ પરથી આવતા હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે.

Body:લોકસભા ચૂંટણી સમયે મોદી સમાજ પર વિવાદિત નિવેદન ને લઈ રાહુલ ગાંધી પર સુરત કોર્ટ ખાતે પિટિશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધી ને 10મી ઓક્ટોમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યુ હતુ. જેથી રાહુલ ગાંધી આ દિવસે સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધીના આગમનને લઇ સુરતમાં કોંગ્રેસ નેતા અને કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી. અમિત ચાવડા સુરત આવી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સાથે મિટિંગ કરીને જણાવ્યુ હતુ કે કોર્ટ પ્રક્રિયા બાદ રાહુલ ગાંધી કાર્યકરોને મળશે. જેનો ઉત્સાહ કાર્યકરોમાં જોવા મળે છે.

Conclusion:હાલ રાજ્યભરમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતનું ગુજરાતમાં દારૂબાંધીને લઈ જે નિવેદન આપવામાં આવ્યુ છે તેને લઈ વિવાદ ઉભો થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ આરોપો ને વખોડી કાઢ્યા છે અને ગુજરાતનું અપમાન હોવાનુ જણાવ્યું છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા નું ચોંકાવનારું નિવેદન સુરત ખાતે સામે આવ્યુ છે. તેઓએ દારૂબંધી ને લઈ નિવેદન આપતા કહ્યું કે દારૂના અડ્ડાઓ ઉપરથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી બુટલેગરો ના હપ્તા પહોંચે છે.હપ્તા ના કારણે સરકાર કાર્યવાહી કરતી નથી,ગુજરાત સરકાર ને દારૂના અડ્ડા દેખાતા નથી,દારૂ ના અડ્ડાના સરનામા જોઈતા હોય તો કોંગસ આપશે, સરકાર ઈચ્છે તો એક ટીપું દારૂ વહેચાઈ શકે નહી.

ABOUT THE AUTHOR

...view details