ગુજરાત

gujarat

સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?

By

Published : Aug 17, 2020, 2:21 PM IST

સુરતની એસ ડી જૈન શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે ઓનલાઇન અભ્યાસ કરી રહેલા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લઈ અટકાવી દેવામાં આવ્યું છે. શાળાની દાદાગીરી સામે આજે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?
સુરત

સુરત: હંમેશાથી વિવાદોમાં ઘેરાયેલી સુરતની એસ ડી જૈન શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે ઓનલાઇન અભ્યાસ કરી રહેલા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લઈ અટકાવી દેવામાં આવ્યું છે. શાળાની દાદાગીરી સામે આજે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?

ઓનલાઈન એજ્યુકેશનની ફી નહીં ભરનાર વાલીઓને ફરી એક વખત એસ ડી જૈન શાળાની દાદાગીરીનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત સરકાર અને હાઈકોર્ટના ચુકાદા બાદ પણ શાળાઓની મનમાની અને દાદાગીરી વારંવાર જોવા મળી રહી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન શાળા દ્વારા લોકડાઉનથી જ ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે, પરંતુ વારંવાર ફી ભરવા અંગે વાલીઓને દબાણ પણ કરવામાં આવે છે. આર્થિક સંકળામણના કારણે વાલીઓ ફી ભરવામાં સક્ષમ નથી. જેથી આ વાલીઓના બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

શાળા દ્વારા આશરે 500 જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવાતા વાલીઓ આજે શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવી જ રીતે શાળા દ્વારા વાલીઓને ચીમકી આપવામાં આવી હતી કે, જો તેઓ ફી નહીં ભરે તો તેમના બાળકનું ઓનલાઈન એજ્યુકેશન શાળા દ્વારા બંધ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details