ગુજરાત

gujarat

Surat Crime: પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ડ્રગ પકડી પાડ્યું, 9 પેકેટ મળી આવતા ખળભળાટ

By

Published : Jul 24, 2023, 10:01 AM IST

સુરતમાં 5 કરોડ રૂપિયાનું ચરસ પોલીસના હાથે આવ્યું છે. હાલ પોલીસ તમામ દિશામાં તપાસી કરી રહી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પીસીબી અને એસ.ઓ.જી પોલીસને બાતમીના આધારે સુવાલી બીચ ઉપર રેટ કરવામાં આવી હતી.

સુરત પોલીસે ફરી પછી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પાડ્યું
સુરત પોલીસે ફરી પછી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પાડ્યું

સુરત:પોલીસે ફરી પછી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પડવાની ઘટના સામે આવી છે. પીસીબી અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન થકી1150 ગ્રામના 9 પેકેટ પકડી પડ્યું છે. જેમાં પ્યોર ચરસ મળી આવતા તેની તપાસ કરવામાં આવી તો 10 કિલો 350 ગ્રામ ચરસની આંતર રાષ્ટ્રીય બજારમાં તેની કિંમત5 કરોડ રૂપિયા છે તેવું કહી શકાય છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં દરિયાય માર્ગે પ્રતિબંધિત ડ્રગ્સ ચરસ અફીણ જેવા માદક પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ.

પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ:સુરત પોલીસે ફરી પછી પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ચરસ પકડી પડવાની ઘટના સામે આવી છે. પોરબંદરના દરિયાઈ માર્ગેથી થોડા સમય પહેલા ગુજરાત પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હવે સુરતમાં પણ દરિયાય માર્ગે પ્રતિબંધિત ડ્રગ્સ ચરસ અફીણ જેવા માદક પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. છેવાડે આવેલ સુવાલી દરિયા કાંઠેથી સુરત પીસીબી અને એસઓજી પોલીસ નું સંયુક્ત ઓપરેશન થકી પ્રતિબંધિત ચરસના નવ પેકેટ મળી આવ્યા છે.

ડ્રગ્સ પકડવા મુદ્દે પ્રસંશા: જેની એફએસએલ રીતે તપાસ કરવામાં આવતા 9 પેકેટમાં 1150 ગ્રામનું હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પાંચ કરોડ રૂપિયા હોય તેવું કહી શકાય છે. હાલ તો પોલીસે આ સરસ કઈ રીતે દરિયા કાંઠે આવ્યું છે. તે દિશામાં તપાસ હાથ ધરી છે.જોકે આજે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત પોલીસની ડ્રગ્સ પકડવા મુદ્દે પ્રસંશા કરી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પીસીબી અને એસ.ઓ.જી પોલીસને બાતમીના આધારે સુવાલી બીચ ઉપર રેટ કરવામાં આવી હતી.

પોલીસે આગળની તપાસ: તે દરમિયાન બિચ ઉપર એક મોટું પોટલું ઝાડીમાં જોવા મળતા તેની એફ એસ એલ અને ડોગ સ્કોડની ટીપ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસમાં પોલીસને 9 પેકેટ્સ મળી આવ્યા હતા.જેમાં આશરે 10 કિલો 350 ગ્રામ પ્યોર ચરસ મળી આવતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક આ પેકેટની એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. આ ચરસ જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૂપિયાની હોય તેવું કહી શકાય છે. હાલ તો આ ચરસ ઝાડીયોમાં કઈ રીતે આવ્યું કોણ મૂકી ગયું તમામ બાબતે પોલીસે આગળની તપાસ હાથધરી છે.

  1. Surat News : સુરતમાં સસલાઓનો શિકાર કરતી ગેંગને ઝડપાઈ
  2. Surat News : અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર, 1.09 લાખ ઓવરસ્પીડ વાહનોના ફોટા પાડ્યા

ABOUT THE AUTHOR

...view details