ગુજરાત

gujarat

હું પરણિત છું, મારે બે બાળકો છે, વિધર્મી યુવકે પ્રેમમાં દગો આપતા યુવતીએ જીવન ટુંકાવ્યું

By

Published : Apr 9, 2023, 7:12 AM IST

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે એક 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતુ. વિધર્મી યુવકે યુવતીને જણાવ્યું હતું કે, હું પરણિત છું અને મારે બે બાળકો છે

Surat love jihad A girl suicide who was betrayed in love by a Muslim youth hanging herself
Surat love jihad A girl suicide who was betrayed in love by a Muslim youth hanging herself

વિધર્મી યુવકે પ્રેમમાં દગો આપતા યુવતીએ જીવન ટુંકાવ્યું

સુરત:વિધર્મી યુવકે પ્રેમમાં દગો આપતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, કીમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિધર્મી યુવકને ઝડપી લીધો હતો.

વિધર્મી યુવકે યુવતીને પ્રેમમાં દગો આપ્યો

વિધર્મી યુવકે યુવતીને પ્રેમમાં દગો આપ્યો:સુરત જિલ્લામાં હાલ દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે, જેને લઇને લોકોમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે એક 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતુ. આપઘાત કરનાર યુવતી જેઓને મહોમ્મદ બિલાલ નામના વિધર્મી યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો, યુવતીએ વિધર્મી યુવકને લગ્ન કરવાનું કહેતા વિધર્મી યુવકે ના પાડી હતી.

Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ

કંઈ રીતે યુવતી આવી વિધર્મી યુવકના સંપર્કમાં? માંગરોળ તાલુકાના હરસાણી ગામ ખાતે રહેતી એક 19 વર્ષીય યુવતી જેઓ માંગરોળ તાલુકાના ઝખરડા ગામે આવેલ એક એગ્રો કંપનીમાં નોકરી કરતી હતી અને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા મિયા માંગરોળ ખાતે રહેતા મહોમ્મદ બિલાલ નામના વિધર્મી યુવકની ઇકો કારમાં આવતી જતી હતી, તે દરમિયાન વિધર્મી યુવક અને યુવતીને આખ મળી હતી અને બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, બન્ને વચ્ચે પાંચ મહિના જેટલો પ્રેમ સબંધ ચાલ્યો હતો.

Rajkot Crime News : મોબાઇલની દુકાનમાં મહિલા પાર્સલ મૂકી ગઇ અને થયો બ્લાસ્ટ, એફએસએલ તપાસમાં કારણ બહાર આવ્યું

કલાકોમાં વિધર્મી યુવકને જેલના સળિયા પાછળ:સુરત ગ્રામ્યના DYSP બી.કે વનારનાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. વિધર્મી યુવકે યુવતીને જણાવ્યું હતું કે, હું પરણિત છું અને મારે બે બાળકો છે. આ વાત સાંભળતા પ્રેમમાં પાગલ યુવતીને આઘાત લાગ્યો હતો અને તેઓ મુળદ ગામે રહેતી પોતાની બહેનના ઘરે જઈ પંખા સાથે સાડીનો છેડો ફાડી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું લીધું હતું. મૃતક યુવતીની બહેને કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details