ETV Bharat / state

Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ

author img

By

Published : Apr 8, 2023, 10:22 PM IST

કાશ્મીરમાં શાનથી ફરતો અને પોતે PMOમાં હોવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરતા કિરણ પટેલને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. કિરણ પટેલ સામે ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ગુના નોંધાયા છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો કિરણ પટેલ આખરે કેવી રીતે બની ગયો મહાઠગ...?

kiran-patel-case-know-the-details-of-fake-pmo-official-kiran-patel
kiran-patel-case-know-the-details-of-fake-pmo-official-kiran-patel

જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ વિશે વિગતવાર વાત કરીએ તો કિરણ પટેલે આંબાવાડી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને બાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા હોવાનો જણાવ્યું છે. તેમજ વર્ષ 2021-22 માં તમિલનાડુ IIM ત્રિચી ત્રીજી ખાતે એક્ઝિક્યુટિવ MBA નો એક વર્ષનો કોર્સ કર્યો હોવાનું જણાવ્યું છે.

કિરણ પટેલની કામગીરી: જે બાદ વર્ષ 2021 માં પ્રહલાદનગર સંજય ટાવરમાં આવેલ બ્રાન્ડ એડ એસોસીએટ નામની સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો, જેમાં રાજકીય પાર્ટીઓની વેબસાઈટો તથા જાહેરાતો ડેવલોપિંગ માટે કામ થતું હતું. જેના માધ્યમથી રાજકીય હોદ્દેદારોની માહિતી મેળવી હતી તેમજ તેઓના કામ અને પ્રોજેક્ટની જાણકારી રાખતો હતો. જાહેર ખબરો અને પ્રચાર માધ્યમથી ગવર્મેન્ટના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી લેખકો તથા કલાકારો તેમજ આમંત્રિત મહેમાનોને પોતાની રાજકીય હોદ્દેદાર તરીકેની ઓળખ આપતો હતો. અગાઉ વર્ષ 2019 માં દિલ્હી ખાતે ચલો ઇન્ડિયાનો લોન્ચિંગ કાર્યક્રમ પણ તેણે મેનેજ કર્યો હતો, અને વર્ષ 2022માં ગવર્મેન્ટના G-20 ના લાભો મેળવવાના બહાને હોટલ હયાતમાં ઇવેન્ટનું કિરણ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

કઈ રીતે કિરણ પટેલે આચરી ઠગાઈ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મામલે વિગતવાર વાત કરીએ તો ફરિયાદી જગદીશ ચાવડા અને તેમની પત્ની ઇલાબેન ચાવડા સાથે કિરણ પટેલની ટી પોસ્ટ કેફેમાં મુલાકાત થઈ હતી. જેમાં ફરિયાદીને પોતાનો બંગલો વેચવાનો હોય કિરણ પટેલે બંગલાનું રીનોવેશન કરાવવાથી બંગલાની ઊંચી કિંમત મેળવી શકીશું અને પોતે ડિઝાઇનિંગનું કામ જાણે છે અને તેમજ રીનોવેશનનો શોખ ધરાવે છે તેવું જણાવ્યું હતું. ફરિયાદી જગદીશભાઈ ચાવડાનો વિશ્વાસ કેળવી પોતે બીજા બે ત્રણ કામ કરે છે, જેનું પેમેન્ટ આવશે તો પોતે જ આ બંગલો ખરીદી લેશે તેવું તેઓ તેઓને જણાવ્યું હતું. જે બાદ કિરણ પટેલે રીનોવેશનનું કામ શરૂ કર્યું હતું અને ફરિયાદી બહારગામ જતા તેઓના બંગલામાં વાસ્તુપૂજાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ ન્યુઝ પેપરમાં ટાઇટલ ક્લિયર અંગેની જાહેર ખબર તથા રીનોવેશનના બીલો તથા ટાઈટલ ક્લિયર અંગે વિવિધ ફોટા અને વિડીયોના આધારે નામદાર દીવાની કોર્ટમાં સિવિલ સ્યુટ દાખલ કરાવી છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો Fake PMO official Kiran Patel: વૈભવી ગાડીઓમાં ફરનારો મહાઠગ કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચમાં આવતા ઘૂંટડીયે બેસ્યો, સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી

કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો: મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટી અમદાવાદ લાવી ધરપકડ કરીને 14 મી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહેલી એપ્રિલે જ કિરણ પટેલને લેવા માટે જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી ગઈ હતી પરંતુ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં અમુક બાબતો નડી હતી. જેમાં જમ્મુ કાશ્મીરમાં શુક્રવાર હોવાના કારણે 200 કિલોમીટરનો રોડ બંધ હોય જેના કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અહીંયા આવતા મોડું થયું હતું. ખાસ કરીને રસ્તામાં તેને ફૂડ પેકેટ જ આપવામાં આવ્યા હતા અને ગુજરાત બોર્ડરમાં આવ્યા બાદ એક પણ જગ્યાએ ગાડી રોક્યા વિના સીધો જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Atiq Ahmed : સાબરમતી જેલને મહેલ સમજનાર અતીક અહેમદની ખોલી બદલાઈ, આતંકીઓ સાથે રહેશે અતીક અહેમદ

ક્રાઈમ બ્રાન્ચનું નિવેદન: આ અંગે ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે કિરણ પટેલની સોશિયલ મીડિયાથી લઈને તમામ બાબતો અંગે પૂછપરછ હાથ ધરાશે. કિરણ પટેલે સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારની પોસ્ટ કરી છે અને તેને લઈને પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં 360 ડિગ્રી એટલે કે કેસની તમામ એંગલ ઉપર તપાસ હાથ ધરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.