ગુજરાત

gujarat

Old Age Man: મુંબઈમાં દયનીય હાલતમાં રહેતા વૃદ્ધને હેલ્પ સંસ્થા તરફથી મળી 'હેલ્પ', સૌરાષ્ટ્રમાં કર્યો ઉચ્ચ અભ્યાસ

By

Published : Feb 20, 2023, 3:32 PM IST

સૌરાષ્ટ્રની એક કૉલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ કરનારા વૃદ્ધ મુંબઈમાં દયનીય હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે સુરતની એક સંસ્થા આ વૃદ્ધના વ્હારે આવી તેમને મદદ કરી હતી.

Old Age Man: મુંબઈમાં દયનીય હાલતમાં રહેતા વૃદ્ધને હેલ્પ સંસ્થા તરફથી મળી 'હેલ્પ', સૌરાષ્ટ્રમાં કર્યો ઉચ્ચ અભ્યાસ
Old Age Man: મુંબઈમાં દયનીય હાલતમાં રહેતા વૃદ્ધને હેલ્પ સંસ્થા તરફથી મળી 'હેલ્પ', સૌરાષ્ટ્રમાં કર્યો ઉચ્ચ અભ્યાસ

સુરતઃગુજરાતની એક યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કરનારા વૃદ્ધની હાલત મુંબઈમાં દયનીય બની હતી. 70 વર્ષીય વૃદ્ધની માનસિક સ્થિતિ સારી નહતી. તે આવતા જતા લોકો અને બસ ઉપર લાઠી કે પથ્થર વડે હુમલો કરી રહ્યા હતા. ત્યારે સુરતની એક સામાજિક સંસ્થા તેને વ્હારે આવી હતી અને હાલ તેઓ મુંબઈમાં સુરતની આ જ સંસ્થાના શેલ્ટર હોમના શરણે પહોંચ્યા છે.

આ પણ વાંચોઃજૂનાગઢની મહિલા શ્વાનના ગલુડિયાની કરી રહી છે સેવા, રાત્રે આહાર લઈને નીકળે છે ઘરની બહાર

આ વૃદ્ધ લોકો પર કરતા હતા હુમલોઃ મુંબઈના વિરારમાં આવેલા એક બસ સ્ટેન્ડ પર છેલ્લા એક મહિનાથી 70 વર્ષીય વૃદ્ધ રહી રહ્યા હતા. ક્યારેક લોકો સાથે હિન્દીમાં તો ક્યારે ગુજરાતી અને અંગ્રેજીમાં તેઓ વાત કરતા હતા, પરંતુ અચાનક જ તેઓ ક્યારેય પણ લોકોને મારવા લાગતા હતા. હાડ થિજવતી ઠંડીમાં પણ તેઓ આ બસ સ્ટેન્ડ નીચે દિવસો પસાર કરી રહ્યા હતા. ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં તેમને જોઈ સુરતની એક સમાજસેવી સંસ્થા મદદ કરવા સામે આવી હતી.

સંસ્થાએ વૃદ્ધની મદદ કરી

સંસ્થાએ કરી મદદઃ જ્યારે હેલ્પ ડ્રાઈવ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક તરૂણ મિશ્રાએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે અંગ્રેજીમાં તેમ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ એનજીઓથી છે. ત્યારે પણ તેઓએ અંગ્રેજીમાં પૂછ્યું હતું કે કઈ એનજીઓ છે?

પોતાનું નામ જણાવ્યું નહતુંઃઘણું સમજાવવા પર આખરે વૃદ્ધે જણાવ્યું હતું કે, તેમણે સૌરાષ્ટ્રની એક કૉલેજમાંથી બેચલર ઑફ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. છેલ્લા એક મહિનાથી તેઓ આ જ બસ સ્ટેન્ડની પાસે રહે છે. જોકે, વારંવાર પૂછવા પર પણ તેમણે પોતાનું નામ જણાવ્યું નહતું અને તેઓ ક્યાંથી આવ્યા છે. તે પણ કહ્યું નહતું. તેમણે જણાવ્યું હતું કે, તેમનું કોઈ પરિચિત નથી, જેથી સુરતની સંસ્થાએ મુંબઈમાં પોતાના શેલ્ટર હોમમાં તેમને લઈ જવાનું વિચાર્યું હતું. વૃદ્ધને સમજાવ્યા બાદ તેઓ શેલ્ટર હોમ જવા તૈયાર પણ થયા હતા.

આ પણ વાંચોઃSmart Stick: હવે પ્રજ્ઞાચક્ષુ લોકોની મદદે 'બાપુ ઘી મેજિકલ સ્માર્ટ સ્ટીક', કોઈ અથડાશે નહીં

શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાઃસંસ્થાના સંચાલક તરૂણ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમની હાલત ખૂબ જ કફોડી હતી. તેમના શરીર પર ત્રણ જેટલી ચાદર તેમણે બાંધી રાખી હતી, જેથી ઠંડીમાં તેઓને રાહત મળી શકે. ઘણા સમયથી તેઓ ન્હાયા અને જમ્યા નહતા. અમે જ્યારે તેમની સાથે વાત કરી રહ્યા હતા. તો ક્યારે તેઓ અંગ્રેજી, હિન્દી અથવા તો ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા. હાલ તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે અને તેમની કાળજી અમે લઈ રહ્યા છે. તેમણે સાથે જણાવ્યું હતું કે, તેઓ મેન્ટલ ડિસ્ટર્બન્સથી પસાર થઈ રહ્યા હતા. ગુજરાત અને મુંબઈમાં તેમણે મેન્ટલ ડિસ્ટર્બન્સ માટે સારવાર પણ કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details