ગુજરાત

gujarat

માત્ર 1500 રુપિયા પરત ન કરતા એક મિત્રએ બીજા મિત્રની કરપીણ હત્યા કરી

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 10:45 PM IST

સુરતમાં ઉછીના આપેલા 1500 રુપિયા પરત ન કરતા એક મિત્રએ આવેશમાં આવીને બીજા મિત્રની કરપીણ હત્યા કરી દીધી છે. વારંવાર ઉઘરાણી કરવા છતા પૈસા પરત ન મળતા એક મિત્રએ જીવલેણ હુમલો કરી દીધો. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Surat Crime News Horrible Attack One Friend Killed Other

માત્ર 1500 રુપિયા પરત ન કરતા એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી
માત્ર 1500 રુપિયા પરત ન કરતા એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી

પાંડેસરા પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી

સુરતઃ પૈસા ગમે તેવી મિત્રતાને દુશ્મનીમાં ફેરવી શકે છે. આવો કિસ્સો સુરત શહેરમાં બે મિત્રો વચ્ચે બન્યો છે. આ કિસ્સામાં ઉછીના રુપિયા પરત ન કરતા એક મિત્રએ બીજા મિત્રની કરપીણ હત્યા કરી દીધી. માત્ર 1500 રુપિયા માટે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો પડ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટનાક્રમઃસુરતના પાંડેસરા વિસ્તારમાં ઉત્તર પ્રદેશના વતની આશિષ પાંડેએ પોતાના મિત્ર અને પાડોશી કાલિકા પ્રસાદ પાસેથી 1500 રુપિયા ઉછીના લીધા હતા. કાલિકા પ્રસાદે મુદત પૂરી થતા પૈસાની ઉઘરાણી શરુ કરી હતી. આશિષ હંમેશા પૈસા આપવાની વાત ટાળી દેતો હતો. આ દરમિયાન કાલિકા પ્રસાદ અન્ય સ્થળે રહેવા જતો રહ્યો. તે બીજે રહેતો હોવા છતાં આશિષ પાસે ઉઘરાણી કરતો રહ્યો. આશિષની આડોડાઈથી કંટાળીને કાલિકા પ્રસાદ પોતાના જૂના ઘરે આશિષની શોધમાં આવ્યો. આશિષ મળતા જ કાલિકા પ્રસાદે ઉઘરાણી શરુ કરી. આશિષે પૈસા ન હોવાનું જણાવ્યું. કાલિકા પ્રસાદે આવેશમાં આવી પોતાની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારથી આશિષ પર હુમલો કરી દીધો. હુમલા બાદ કાલિકા પ્રસાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. લોહીલુહાણ આશિષને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

આરોપી કાલિકા પ્રસાદ પણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. અગાઉ તે આશિષની સોસાયટીમાં ભાડે રહેતો હતો. ત્યારે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. તે સમયે કાલિકા પાસેથી આશિષે 1500 રૂપિયા ઉછીના લીધા હતા. જોકે અવારનવાર પૈસાની માંગણી કરવા છતાં આશિષે કાલિકાને પૈસા પરત કર્યા નહતા. ઘટનાના દિવસે કાલિકા પ્રસાદે ઉશ્કેરાઈને આશિષ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો. સિવિલમાં સારવાર માટે ખસાડાયેલા આશિષને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે સત્વરે આરોપી કાલિકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે...ઝેડ. આર. દેસાઈ(એસપી, સુરત)

  1. રાણીબા સહિતના ત્રણ આરોપીઓ હાજર થયા બાદ ધરપકડ, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે
  2. Morbi Crime News : વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું, આરોપી પ્રેમિકા સહિત 2 ઝબ્બે

ABOUT THE AUTHOR

...view details