ETV Bharat / state

રાણીબા સહિતના ત્રણ આરોપીઓ હાજર થયા બાદ ધરપકડ, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 9:39 PM IST

રાણીબા સહિતના ત્રણ આરોપીઓ હાજર થયા બાદ ધરપકડ, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે
રાણીબા સહિતના ત્રણ આરોપીઓ હાજર થયા બાદ ધરપકડ, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને પગાર માગવાના બદલામાં માર મારવાના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના ત્રણ આરોપીઓની મોરબી પોલીસે વિધિવત ધરપકડ કરી છે. આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

વિધિવત ધરપકડ

મોરબી: મોરબીમાં અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓ ફરાર હતાં. જે પૈકી ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીમોરબી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.

તમામ વ્યક્તિઓની પૂછપરછ શરુ : મોરબી પોલીસ દ્વારા વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા (ઉવ.26), રાજ પાડસાળા (ઉવ.23) અને ઓમ સીતાપરાની (ઉવ.21)ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા હાલ તમામ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. ગુનાહિત કૃત્યને અંજામ આપ્યા બાદ આટલા દિવસ સુધી આરોપીઓએ કઈ જગ્યાએ આશરો લીધો હતો. તેમજ ગુનાના કામે લૂંટમાં ગયેલ મુદ્દામાલ કઈ જગ્યાએ છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

ગત તારીખ 22 ના રોજ રવાપર રોડ પર રાણીબાની ઓફિસ બાકી પગાર લેવા ગયા હતા. જ્યાં રાણીબા ઉર્ફે વિભુતી પટેલ, ઓમ પટેલ, ડી.ડી.રબારી, રાજ પટેલ, પરિક્ષિત અને 7 અજાણ્યા સહિતના 12 આરોપીઓ સામે માર મારી અને ચપ્પલ મોઢામાં આપ્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. - ફરિયાદી

એક આરોપીની શોધખોળ જારી : યુવકને માર મારવાના ગુનાના કામે જે પાંચ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમાં હજુ પરીક્ષિત નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આરોપીઓ પૈકી પરીક્ષિત નામના વ્યક્તિની શોધખોળ તેમજ અજાણ્યા વ્યક્તિઓની શોધખોળ હજુ પણ મોરબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ડી. ડી. રબારી ઉર્ફે મયૂર કલોત્રાની ધરપકડ કરી ગુનાના કામે કોર્ટમાં રજૂ કરતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

કુલ 12 લોકો સામે ફરિયાદ : મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. મારામારી - એટ્રોસિટી કેસમાં પાંચ સહિત કુલ 12 સામે ફરિયાદ નોધાઇ હતી. જેમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન અરજી શુકવારે કરી હતી જેને કોર્ટે શનિવારે રદ કરી હતી. ત્યારે પોલીસે ગઈકાલે એક આરોપીને ઝડપી લીધો હતો. આજે મુખ્ય આરોપી સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. 12 આરોપીઓએ જામીન અરજી કરી હતી જેને કોર્ટે રદ કરી છે.

  1. મોરબીમાં એટ્રોસિટી કેસ, રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયાં
  2. મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કેસમાં રાણીબા સહિતના આરોપીઓની જામીન અરજી રદ કરતી કોર્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.