ETV Bharat / state

મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કેસમાં રાણીબા સહિતના આરોપીઓની જામીન અરજી રદ કરતી કોર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2023, 5:23 PM IST

Updated : Nov 25, 2023, 6:27 PM IST

મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા યુવકે પગાર માંગતા સંચાલક વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓએ યુવક સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસ કાર્યવાહી શરુ થઇ છે ત્યારે 12 આરોપીઓએ જામીન અરજી કરી હતી. જેને કોર્ટે રદ કરી છે.

કરણમાં રાણીબા સહિતના ૫ આરોપીએ આગોતરા જામીન માટે અરજી રદ
કરણમાં રાણીબા સહિતના ૫ આરોપીએ આગોતરા જામીન માટે અરજી રદ

મોરબી : મોરબી મારામારી પ્રકરણમાં રાણીબા સહિતના 5 આરોપીએ કરેલી આગોતરા જામીન માટેની અરજી રદ કરવામાં આવી છે. મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાન કર્મચારીએ પગારની માંગણી કરતા પગાર આપવાને બદલે ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

જામીન અરજી રદ : જોકે આ પાંચ આરોપીઓ હજુ મોરબી પોલીસને હાથ લાગ્યા નથી. પરંતુ પાંચ આરોપીઓ દ્વારા મોરબી કોર્ટમાં આગોતરા જામીન કરવામાં આવી હતી. તે જામીન અરજીને મોરબી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે રદ કરી છે.

12 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ : મોરબીના રહેવાસી નીલેશ દલસાણીયા નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત તેમજ ડી.ડી.રબારી રહે બધા મોરબી અને અજાણ્યા સાત ઈસમો સહિત કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે યુવાન રાણીબા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં કામ કરતો હતો. તેણેં 16 દિવસ કામ કરી પગાર માંગતા આરોપીઓએ માર મારી ઈજા પહોંચાડી તેમ જ મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરી બળજબરીપૂર્વક માફી મંગાવતો વિડીયો બનાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા ઓફિસ, ઘર પર સઘન તપાસ : આ બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. દરમિયાન આજે અનુસૂચિત જાતિસમાજ દ્વારા આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની ઓફિસ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ સહિતના સ્થળોએ તપાસ ચલાવી હતી. જોકે આરોપીઓનો પત્તો લાગ્યો ન હતો.

મોરબી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ રદ કરી અરજી : મોરબી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે રાણીબા સહિતના પાંચની આગોતરા જામીન અરજી રદ કરી હતી. મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુ.જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં પાંચ આરોપીના નામજોગ તેમજ સાત અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારી એમ પાંચ આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી હતી. મોરબી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના સ્પેશિયલ જજ વી એ બુદ્ધે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી છે.

  1. મોરબીમાં માલિકની મનમાની વધુ એક કિસ્સો, પગાર માંગતા કર્મચારી સાથે અમાનવીય વ્યવહાર કરી ઢોર માર માર્યો
  2. મોરબીમાં દલિત યુવક સાથે થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, કલેક્ટરને આવેદન અપાયું
Last Updated :Nov 25, 2023, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.