રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એલર્ટ, રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કરાયો - Ahmedabad Rath Yatra 2024

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 4:04 PM IST

thumbnail
રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કરાયો (ETV bharat Gujarat)

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ CCTV લગાવવાની કામગીરી હાથ ધરી. રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કરાયો. રૂટ પર આવેલી તમામ દુકાનો, પોળ અને સોસાયટીની બહાર લગાવવામાં આવશે CCTV કેમેરા. તમામ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશો આપવામાં આવ્યા છે.  

નાઇટ વિઝનવાળા કેમેરા: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટિંગ કરી હતી.  દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના CCTV લગાવવા પડશે. સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV કાયમી ધોરણે લાગશે. અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉ રથયાત્રાના રૂટ પર 177 CCTV કેમેરા લાગેલા હતા, જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે.  

1500થી વધુ દુકાનો ચેક કરાઈ: અત્યારે રથયાત્રાના રૂટ પર કાર્યરત 525 CCTV કેમેરા લાગેલા છે. અત્યાર સુધીમાં 1500થી વધુ દુકાનો ચેક કરવામાં આવી રહી છે. કોઈ પણ તોફાન કે કાંકરીચાળો થાય તેવા સંજોગોમાં પૂરતા પુરાવા મળે અને તોફાની તત્વો પકડાઈ તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. 1 જૂન સુધી જે વેપારી કેમેરા નહિ લગાવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  

  1. PM નરેન્દ્ર મોદીએ કાન્સ 2024માં ઈતિહાસ રચનાર પાયલ કાપડિયાને અભિનંદન પાઠવ્યા, કહ્યું- દેશને તમારા પર ગર્વ છે... - PM Modi Praises Payal Kapadia
  2. મંગળ રાહુની યુતિએ અંગારા વરસાવ્યા: અંગારા ક્યાં સુધી વર્ષશે અને 9 તપા કેમ જરૂરી સારા ચોમાસા પગલે જાણો - Effect of Mars Rahu conjunction

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.