ગુજરાત

gujarat

તાપીની DGVCLનો કર્મચારી 5000ની લાંચ લેતા ઝડપાયો

By

Published : Jul 3, 2021, 2:49 PM IST

તાપીના નિઝર તાલુકામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ( DGVCL ) નો કર્મચારી 5000ની લાંચ લેતા ઝડપાયો. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી આરોપીને ધરપકડ કરી હતી.

DGVCLનો આસિસ્ટન્ટ લાઇનમેન 5000ની લાંચ લેતા ઝડપાયો
DGVCLનો આસિસ્ટન્ટ લાઇનમેન 5000ની લાંચ લેતા ઝડપાયો

  • DGVCL વર્ગ 3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
  • ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું
  • ફરિયાદી પાસેથી કર્મચારીએ 5000ની માંગ કરી

તાપી : જિલ્લાના નિઝર તાલુકામાં આવેલી DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના વર્ગ 3ના કર્મચારી મોહન શંભાજી ગુલાલે આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવે છે. શુક્રવારના રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદ કરનારને કંપનીમાં ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

આ પણ વાંચો:ભાજપના મહામંત્રી પર ભ્રષ્ટાચાર કર્યા હોવાના કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા આક્ષેપો

ACBએ શંભાજી ગુલાલેને રંગે હાથ ઝડપ્યો

આસિસ્ટન્ટ લાઇનમેન મોહન શંભાજી ગુલાલે વીજ કંપનીમાં ઇલેક્ટ્રીક મટિરિયલ્સ ઇશ્યૂ કરવાનો સ્ટોર સંભાળતો હતો. કોન્ટ્રાકટર દ્વારા મટિરિયલ્સ ઇશ્યૂ કરવા માટે અરજી કરી હતી. ઓનલાઈન MR અને CR નંબર વ્યારા DGVCLમાંથી ઇશ્યૂ થાય છે. જે માટે જરૂરી પેપર વર્ક મોહન શંભાજી ગુલાલેએ કરવાનું હોય છે. આ પેપરવર્ક કરવાના અવેજ પેટે મોહને અવેજ પેટે 5000ની માંગ કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ACBએ શુક્રવારના રોજ નિઝર જૂના બસ સ્ટેન્ડ નજીકથી મોહન શંભાજી ગુલાલેને રંગે હાથ પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો:બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ - મુખ્ય સૂત્રધાર નવીન ખટિક તાપી પોલીસના સકંજામાં

ABOUT THE AUTHOR

...view details