ગુજરાત

gujarat

Junior clerk Exam Paper leak: જૂનિયર કલાર્ક પેપર લિક મામલે જય વસાવડાએ આપ્યું નિવેદન

By

Published : Jan 29, 2023, 9:38 PM IST

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ થઈ હતી. જેને લઈને લાખો વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે. જે મામલે પ્રખ્યાત લેખક જય વસાવડાએ જણાવ્યું હતું કે પેપર નહિ માણસ ફૂટે છે. ઘણા ગામમાં વાલીઓ કાપલી લઈને બહાર ઊભા હોય છે કે મારા દીકરાની પરીક્ષા છે તો તેને કાપલી સરકાવી આપું. આવા દ્રશ્યો જોઉ ત્યારે આઘાત લાગે છે.

પેપર નહિ માણસ ફૂટે છે - જય વસાવડા
પેપર નહિ માણસ ફૂટે છે - જય વસાવડા

આપણે આવી સંતાનો પેદા ન કરીએ કે ફૂટેલા પેપરમાંથી અધિકારી બને.

સુરત: જુનિયર ક્લાર્કની પરીક્ષા પરીક્ષાનું પેપર ફૂટી જતાં આખરે પરીક્ષા મોકૂફ રખાઈ હતી. આ સમગ્ર ઘટના મુદે જાણીતા લેખક જય વસાવડાએ ઓલપાડ તાલુકામાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું.

પેપર નહિ માણસ ફૂટે છે: ઓલપાડ તાલુકામાં સહકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાતના પ્રખ્યાત લેખક જય વસાવડાએ જણાવ્યું હતું કે પેપર નથી ફૂટતા માણસ ફૂટે છે. ઘણા ગામમાં વાલીઓ કાપલી લઈને બહાર ઊભા હોય છે કે મારા દીકરાની પરીક્ષા છે તો તેને કાપલી સરકાવી આપું. આવું દ્રશ્ય જોવ ત્યારે આઘાત લાગે, બાળક મોટો થઈને પ્રમાણિક થશે એવી કોઈ ખેવના નથી. આપણે આવી સંતાનો પેદા ન કરીએ કે ફૂટેલા પેપરમાંથી અધિકારી બને.

2 કરોડથી વધુના ખર્ચે વિવિધ કામોનું ઇ ભૂમિપૂજન

આ પણ વાંચો:Gujarat Junior Clerk Exam paper leak: ગુજરાત ATS દ્વારા 16 લોકોની ધરપકડ, ગુજરાત, બિહાર અને ઓડિસા કનેક્શન આવ્યું સામે

2 કરોડથી વધુના ખર્ચે વિવિધ કામોનું ઇ ભૂમિપૂજન: સુરતના ઓલપાડ તાલુકાના જીન ખાતે ધી પુરષોત્તમ ફાર્મસ કો-ઓ. કોટન જીનિગ એન્ડ પ્રેસિંગ સોસાયટી દ્વારા પુસ્તક વિમોચન અને ઇ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ પ્રધાાન મુકેશ પટેલ, લેખક જય વસાવડા તેમજ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા ઓલપાડ, સાયણ, જહાંગીરપુરા સેન્ટર પર સી.સી.રોડ, ઓપન શેડ, ગોડાઉન થતાં રીપેરીંગના 2 કરોડથી વધુના ખર્ચે વિવિધ કામોનું ઇ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ સહકારી આગેવાન અને ભીષ્મપિતા સ્વ બાબુકાકાના જીવન પર તૈયાર કરવામાં આવેલા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રમાં જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:Gujarat Junior Clerk Paper Leak: જૂનિયર કલાર્ક પેપર લિકમાં અરવલ્લીના કેતન બારોટનું નામ આવ્યું સામે

લાખો વિદ્યાર્થીઓમાં નિરાશા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ થઈ હતી. લાખો વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળી ગયું છે. વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details