ETV Bharat / state

Gujarat Junior Clerk Paper Leak: જુનિયર કલાર્ક પેપરલીકમાં અરવલ્લીના કેતન બારોટનું નામ આવ્યું સામે

author img

By

Published : Jan 29, 2023, 7:33 PM IST

Updated : Jan 29, 2023, 10:35 PM IST

અરવલ્લીના આરોપી કેતન બારોટનું નામ આવ્યું સામે
અરવલ્લીના આરોપી કેતન બારોટનું નામ આવ્યું સામે

રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકુફ રખાઈ હતી. ગુજરાત એટીએસ વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 16 જેટલા લોકોની અટકાયત દ્વારા કરવામાં આવી છે. જેમાં અરવલ્લી જિલ્લાના બાયડમાં કેતન બારોટ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. છેલ્લા 9 વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ ધરાવતો હોવાની માહિતી સામે આવ્યું છે.

અરવલ્લી: રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું. જે બાદ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 16 જેટલા લોકોની અટકાયત દ્વારા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આ મામલાનો રેલો અરવલ્લી સુધી પહોંચતા ફરી એક વાર જિલ્લાનું નામ પેપર લીક કાંડ ઉછળ્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવતા ચકચાર મચી છે.

ગોરખધંધામાંથી મબલખ રૂપિયાની કમાણી: પેપરલીક કાંડમાં અરવલ્લી જિલ્લાના બાયડમાં કેતન બારોટ નામના શખ્સનું નામ સામે આવતા ગુજરાત ATS દ્રારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેતન દિશા એજ્યુકેશન નામે કન્સલ્ટન્સીના ધંધો કરે છે. ગોરખધંધામાંથી મબલખ રૂપિયા રળતો કેતન બારોટ વૈભવી કારોના શોખીન છે. છેલ્લા 9 વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ ધરાવતો હોવાની માહિતી મળી છે. કેતન બારોટ અગાઉ બોગસ એડમિશન મામલે જેલમાં રહી ચુક્યો છે. તે દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે. કેતન બાયડ અમદાવાદ ખાતે સંપત્તિ ધરાવે છે.

અરવલ્લીના આરોપી કેતન બારોટનું નામ આવ્યું સામે
અરવલ્લીના આરોપી કેતન બારોટનું નામ આવ્યું સામે

આ પણ વાંચો: Junior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ

16 જેટલા લોકોની અટકાયત: આ વખતે પેપરલીક કાંડનું એપીસેન્ટર વડોદરા બન્યું છે. વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસને સીલ કરાવામાં આવ્યું છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી ઝડપેલા એક આરોપી પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મળી આવ્યું હતું.

આ પણ વાંચો: Junior Clerk Paper Leak Case: સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ લેવાયા 9 નિર્ણય, 100 દિવસમાં ફરી પરીક્ષા યોજાશે

તંત્રની ઘોર બેદરકારીથી ઉમેદવારોમાં રોષ: અરવલ્લી જિલ્લાના અલગ - અલગ વિસ્તારોમાંથી સાબરકાંઠા જિલ્લામાં પરીક્ષા આપવા ઉમેદવારો ગયા હતો. જોકે પેપર લીક થયા પછી તમામ ઉમેદવારો ઈડરથી મોડાસા વાયા શામળાજી થઈને પરત ફર્યા હતા. જોકે આ તમામ ઉમેદવારો પાસેથી ભાડૂ વસૂલ કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. સરકારની જાહેરાત પછી પણ અરવલ્લી જિલ્લા એસ.ટી. તંત્રની ઘોર બેદરકારીથી ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. સરકારની જાહેરાત પછી પણ એસ.ટી. વિભાગ એક જ વાત કરતું રહ્યું કે, પરિપત્ર નથી આવ્યો અને જેનો ભોગ પરીક્ષાર્થીઓ બન્યા હતા.

Last Updated :Jan 29, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.