ETV Bharat / state

Junior Clerk Paper Leak Case: સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ લેવાયા 9 નિર્ણય, 100 દિવસમાં ફરી પરીક્ષા યોજાશે

author img

By

Published : Jan 29, 2023, 4:45 PM IST

Updated : Jan 29, 2023, 5:27 PM IST

જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે. હવે આગામી 100 દિવસમાં ફરીથી પરીક્ષાની નવી તારીખ જાહેરાત કરવાની વાત પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવી છે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

junior-clerk-paper-leak-case-9-decisions-taken-after-meeting-with-cm-bhupendra-patel-re-examination-will-be-held-in-100-days
junior-clerk-paper-leak-case-9-decisions-taken-after-meeting-with-cm-bhupendra-patel-re-examination-will-be-held-in-100-days

ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા પંચાયત સેવા વર્ગ-3ની જાહેરાત ક્માંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષાનો આજે રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેના 5 કલાક પહેલા આજે પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાથી પરીક્ષા જ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે આગામી 100 દિવસમાં ફરીથી પરીક્ષાની નવી તારીખ જાહેરાત કરવાની વાત પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Junior Clerk Paper Leak Case

શું બની ઘટના જેથી થયું પેપર રદ?: પંચાયત પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, 29 જાન્યુઆરીના રોજ સવારે 11થી 12 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ 29 તારીખની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો Junior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ

15 લોકોની અટકાયત: પંચાયત પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષ સંદીપ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠીંત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. ઉપરોકત પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર રાખવામા આવેલ હતી. જેના પરિણામે ઉપરોકત ગુન્હો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ 15 જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

આ પણ વાંચો Junior clerk exam paper leak: 'આપ'ના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ તોડ્યો

100 દિવસમાં લેવાશે પરીક્ષા: પંચાયત પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષ સંદીપ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

Last Updated : Jan 29, 2023, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.