ETV Bharat / state

Gujarat Junior Clerk Exam paper leak: ગુજરાત ATS દ્વારા 16 લોકોની ધરપકડ, ગુજરાત, બિહાર અને ઓડિસા કનેક્શન આવ્યું સામે

author img

By

Published : Jan 29, 2023, 8:25 PM IST

પેપર લીક કૌભાંડમાં ATS ના ખુલાસા
પેપર લીક કૌભાંડમાં ATS ના ખુલાસા

ગુજરાતમાં યોજાઈ રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટતા ઉમેદવારોની આશા પર પાણી ફેરવાયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર, ઓડિસામાં પેપરલીકનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATS દ્વારા 16 લોકોની ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી યથાવર્ છે.ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા આખરે રદ્દ કરવાની ફરજ પડી હતી. પરતું ઉમેદવારોમા પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપરલીક કાંડના આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી છે.

16 જેટલા આરોપીઓની ધરપકડ: ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જુનિયર ક્લાર્કનું પેપર વડોદરાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે. જેથી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમ પહોંચી હતી. જ્યાં પેપરલીક કરી રહેલા 16 જેટલા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલ કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપરલીક થયું હોવાનું ખુલાસો થયો છે.

આંતરરાજ્ય ક્નેક્શન: પેપરલીક કાંડ મામલે ATSની તપાસમાં ગુજરાત,બિહાર અને ઓડીસા કનેક્શન સામે આવ્યું છે. ATS ટીમે બરોડા પેપર લીક કરનાર કેતન બારોટ,ભાસ્કર ચૌધરી,પ્રદીપ નાયક,અનિકેત ભટ્ટ,રાજ બારોટ અને બિહારના મોરારી પાસવાન સહિત 16 લોકોની ધરપકડ કરી. જેમાં ઓડીસાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી ગુજરાત લઈને આવ્યો હતો. હાલ હૈદરાબાદથી એટીએસને ટીમે જીત નાયકની પણ અટકાયત કરી છે.

આ પણ વાંચો: Gujarat Junior Clerk Paper Leak: જૂનિયર કલાર્ક પેપર લિકમાં અરવલ્લીના કેતન બારોટનું નામ આવ્યું સામે

મુખ્ય સુત્રધારની ધરપકડ: માનવામાં આવી રહ્યું છે કે જીત નાયક પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો.અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું.પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપ સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું. જોકે પેપર લીક કરતા પહેલા તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ કરવાના હતા.જેનો મોડી રાત્રે બે થી ચાર વાગ્યેનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.

આરોપીઓના ગુનાહિત ઈતિહાસ: પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019માં પણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી તો દિલ્હીના તિહાડ જેલની હવા ખાઈ ચૂકેલા છે. જોકે અન્ય પકડાયેલા આરોપીઓ માંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Junior Clerk Paper Leak Case: સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ લેવાયા 9 નિર્ણય, 100 દિવસમાં ફરી પરીક્ષા યોજાશે

આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી: મહત્વનું છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે જેના કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406 409, 420 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.