ગુજરાત

gujarat

Irrigation Department at Pipodra : પીપોદ્રા ખાતે સિંચાઈ વિભાગે ગેરકાયદેસર ભૂગર્ભ ગટરના કનેક્શન ઝડપ્યા

By

Published : Jan 28, 2022, 10:41 AM IST

સુરતના પીપોદ્રા GIDCમાં મિલ માલિકો ગેર કાયદેસર દુષિત પાણી કેનાલમાં (Illegally Contaminated Water Canal in Surat) છોડી રહ્યા હતા. GIDCમાંથી 2 ભૂગર્ભ લાઈનમાંથી કેનાલમાં દુષિત પાણી છોડી રહ્યા હતા. જેને લઈને ખેતીમાં ઉત્પાદન અને જમીન પર ગંભીર અસર પડી રહી હતી. જેથી સિંચાઈ વિભાગ (Irrigation Department at Pipodra) જાણ થતાં કાર્યવાહી હાથ ધરી હતી.

Irrigation Department at Pipodra : પીપોદ્રા ખાતે સિંચાઈ વિભાગે ગેરકાયદેસર ભૂગર્ભ ગટરના કનેક્શન ઝડપ્યા
Irrigation Department at Pipodra : પીપોદ્રા ખાતે સિંચાઈ વિભાગે ગેરકાયદેસર ભૂગર્ભ ગટરના કનેક્શન ઝડપ્યા

સુરત : સુરતમાં કાપડની તેમજ અન્ય વસ્તુઓ ઉત્પાદન કરતી મિલો પોતાનું દુષિત પાણી કેનાલો તેમજ નદીમાં (Illegally Contaminated Water Canal in Surat) છોડી રહ્યા છે. આ મિલોના માલિકો દુષિત પાણી ગમે ત્યાં છોડતા પર્યાવરણને મોટું નુકશાન પહોચાડી રહ્યા છે. ત્યારે સુરત જીલ્લાના પીપોદ્રા GIDC વિસ્તારમાં સિંચાઈ વિભાગ (Irrigation Department at Pipodra) દ્વારા ગેરકાયદેસર ભૂગર્ભ ગટર લાઈનના કનેકશનો પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી છે.

પીપોદરા GIDCમાં 150થી વધુ ઓદ્યોગિક એકમો

પીપોદ્રા ખાતે સિંચાઈ વિભાગે ગેરકાયદેસર ભૂગર્ભ ગટરના કનેક્શન ઝડપ્યા

પીપોદ્રા GIDC વિસ્તારમાં માનસી અને આસ્થા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે. જેમાં 150થી વધુ ઔદ્યોગિક એકમો (Industrial Units in Pipodra GIDC) આવેલા છે. છેલ્લા 15 દિવસથી કેનાલમાં પાણી છોડવાનું બંધ હોવાથી તમામ કેનાલો સુકી ભટ્ટ થઇ છે. ત્યારે પીપોદ્રા વિસ્તારમાં નહેરોમાં દુષિત પાણી ખેડૂતોને દેખાતા સિંચાઈ વિભાગને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ બારડોલીની મીંઢોળા નદીમાં ફરી એક વખત દૂષિત પાણી આવતા અનેક માછલીઓના મોત

ખેડુતોનું ઉત્પાદન સાથે જમીન પણ ખરાબ

માનસી અને આસ્થા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આ બંને ઇન્ડસ્ટ્રીયલ (Pipodra GIDC Industrial) એસ્ટેટની આજુબાજુમાં 25થી વધુ ખેડૂતોની 200 વીંઘા જેટલી જમીનો આવેલી છે. જેમાં છેલ્લા 4થી 5 વર્ષથી કેનાલમાં છોડવામાં આવતા દુષિત પાણીને લઇ તેની અસર સીધી ખેતીના ઉત્પાદન પર થઇ રહી છે. 35થી 40 ટન વીંઘા દીઠ શેરડીનું ઉત્પાદન આવતું હોય છે. જે હવે ઘટીને 15 થી 20 ટન પર આવી ગયું છે. જેથી ખેડૂતોને આ દુષિત પાણીને લઇ ઉત્પાદનમાં નુકશાન થઇ રહ્યું છે તો સાથે સાથે ખેતીની ઉપજાવ જમીન પણ ખરાબ થઇ રહી છે.

ખેડૂતોની ફરિયાદ લઈને સિંચાઈ વિભાગ આવ્યું હરકતમાં

જો કે ખેડૂતોની ફરીયાદને પગલે સિંચાઈ વિભાગ (Gujarat Irrigation Department) તરત જ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. જેમાં 2 જગ્યા પર સિંચાઈ વિભાગને જમીનની અંદરથી ગેર કાયદેસર રીતે કેનાલમાં નાખવામાં આવેલી પાણીની પાઈપ લાઈન મળી આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા JCB મશીનથી આ જોડાણો દુર કરી મિલ માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. જોકે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ બાબતની ફરિયાદ GPCBને પણ કરવામાં આવી છે. છતાં GPCBના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ વર્ષોથી દૂષિત થઇ રહી છે નવસારીની લોકમાતા નદી પૂર્ણા, તંત્રના આંખ આડા કાન

ABOUT THE AUTHOR

...view details