ગુજરાત

gujarat

પૈસા ટ્રાન્સફર, બેંકમાંથી બોલુ છુ કહીને મહિલા સાથે લાખોની છેતરપીંડી કરનારો બંગાળથી ઝડપાયો

By

Published : Dec 30, 2022, 8:31 PM IST

સુરતમાં મહિલા ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે 6.16 લાખની છેતરપિંડીનો (Fraud in Surat) ભોગ બની હતી. મહિલાએ ફોન કરતા બેંકના કસ્ટમર કેર માંથી બોલતો હોવાની ઓળખ આપીને પૈસા (Surat Cyber crime) ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાતા શખ્સની પશ્ચિમ બંગાળથી ઝડપાયો હતો. (Chartered Accountant Fraud in Surat)

પૈસા ટ્રાન્સફર, બેંકમાંથી બોલુ છુ કહીને મહિલા સાથે લાખોની છેતરપીંડી કરનારો બંગાળથી ઝડપાયો
પૈસા ટ્રાન્સફર, બેંકમાંથી બોલુ છુ કહીને મહિલા સાથે લાખોની છેતરપીંડી કરનારો બંગાળથી ઝડપાયો

મહિલા સીએ સાથે સાયબર ફ્રોડની ઘટનામાં આરોપીની પશ્વિમ બંગાળથી ધરપકડ કરાઈ

સુરત : મહિલા ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે સાયબર (Fraud in Surat) ફ્રોડની ઘટના બની છે. મહિલા CA નેટ બેકિંગથી રૂપિયા ટ્રાન્સફર કરવા જતા 6.16 લાખની છેતરપીંડીનો ભોગ બની હતી. ગુગલ પર બેંકના કસ્ટમર કેયરનો નંબર જોઇને ફોન કરતા ફોર્ડનો શિકાર બની હતી. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાઈ છે.(Chartered Accountant Fraud in Surat)

શું હતો સમગ્ર મામલો સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા ચાર્ટડ એકાઉન્ટન્ટ 16 જુલાઈના રોજ પોતાના પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૈસા કોઈ કારણોસર ટ્રાન્સફર થયા ન થતા મહિલા CA એ ગુગલ પર બેંકનો કસ્ટમર કેર નંબર શોધી વાત કરી હતી. જેમાં સામે વ્યક્તિએ પોતે બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. તેથી મહિલા CA ને જણાવ્યું હતું કે, તે એક ટેક્સ મેસેજ મોકલશે જેમાં તમામ ભરવાની રહીશે અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર થઇ જશે.(Surat Cyber crime)

આ પણ વાંચોમાત્ર એક સમાજના વિઝાના બહાને કરોડોનું ફેરવ્યું ફૂલેકું

ડીબેટ કાર્ડની વિગતો ભરી કસ્ટમર કેરમાં વાત કર્યા પછી મહિલા CA એ બીજા દિવસે આવેલા મેસેજમાં લીંક ખોલતા પંજાબ નેશનલ બેકનું એક પેઈજ ખુલ્યું હતું. તેમાં બેંક એકાઉન્ટ અને ડીબેટ કાર્ડની વિગતો ભરી હતી. વિગતો ભર્યા (Money transfer fraud case in Surat) બાદ તેઓના બેંક ખાતામાંથી 6.16 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા આ સમગ્ર મામલે તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. (Fraud with female CA in Surat)

આ પણ વાંચોબેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્કો સાથે કરોડોની ઠગાઈ કરનાર ટોળકી ઝબ્બે

પશ્ચિમ બંગાળથી ધરપકડઘટના અંગે સુરત સાયબર ક્રાઈમના ACP યુવરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરત સાયબર ક્રાઈમની ટીમે અગાઉ કર્ણાટક રાજ્યના મૌસુર શહેર ખાતેથી 27 વર્ષીય રાજુ ઉર્ફે લાલુ સત્યેશ્વર મિશ્રાને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળથી આરોપી રાજેશ કાનાઇ ગોરાઈ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે બેંક એકાઉન્ટમાં 1.63 લાખ રૂપિયા ફ્રીજ પણ કરાવ્યા હતા. (Surat Crime News)

ABOUT THE AUTHOR

...view details