ગુજરાત

gujarat

અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત, હાર્દિક પટેલ સ્વાગત માટે પહોંચતા સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

By

Published : Jul 15, 2021, 2:05 PM IST

Updated : Jul 15, 2021, 3:32 PM IST

પાસ નેતા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiria)ને લાજપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે હાર્દિક પટેલ સહિત અન્ય પાસ કાર્યકરો સ્વાગતમાં જોડાયા હતા. જેને લઇને લાજપોર જેલ બહાર કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. નેતાઓ વચ્ચે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું.

અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત, હાર્દિક પટેલ સ્વાગત માટે પહોંચતા સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ
અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત, હાર્દિક પટેલ સ્વાગત માટે પહોંચતા સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

  • પાસ નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria)જેલમાંથી મુક્ત
  • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સહિત 5 નેતાઓ સ્વાગતમાં જોડાયા
  • સ્વાગતમાં કોરોના ગાઇડલાઇનનો થયો ભંગ

સુરત: પાસ નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria)લાજપોર જેલમાંથી મુક્ત થયા છે. ત્યારે લાજપોર જેલ ખાતે અલ્પેશ કથીરિયાના સ્વાગત માટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્ય કરો સહિત આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સ્વાગતમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયાના સ્વાગત સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. પાસ કાર્યકરો અને રાજકીય પાર્ટીના નેતાઓ વચ્ચે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. લાજપોર જેલ બહાર કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા.

અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત, હાર્દિક પટેલ સ્વાગત માટે પહોંચતા સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ

અલ્પેશ કથીરિયાને જેલમાંથી અપાઇ મુક્તિ

પાસ નેતા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiria) વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતા ત્યારે આજે તેમને જેલમાંથી મુક્ત કરવમાં આવ્યા છે. તેની સાથે 12 આરોપીઓને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર આવતાની સાથે રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના કાર્યકરો લાજપોર જેલ બહાર એકત્રિત થયા હતા સાથે જ પાસ કાર્યકરોએ જય સરદાર, જય પાટીદારના નારા, પુષ્પ્પોથી અલ્પેશનું સ્વાગત કર્યું હતું અલ્પેશના સ્વાગત દરમિયાન કોરોના નિયમનો ભંગ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:સાડા ચાર મહિના બાદ પાસ નેતા અલ્પેશ આવ્યો જેલ બહાર , પાસ નેતાઓ પહોંચ્યા લાજપોર જેલ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પહોંચ્યા કથીરિયાના(Alpesh Kathiria) સ્વાગતે

મનપાની ચૂંટણી દરમિયાન BTSના કાર્યકરને મારવાના ગુનામાં અલ્પેશ જેલમાં હતા. તેમની વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. ગત 21 મી ફેબ્રુઆરીના રોજ મનપાની ચૂંટણી દરમિયાન વેલંજામાં અલ્પેશની આગેવાનીમાં 50-60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 BTSના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારૂતિ વાનમાં બેઠેલા કાર્યકરો વિરૂદ્ધ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. જેથી અલ્પેશ કથેરિયા દ્વારા માર મારવામાં આવ્યો હતો. BTSના કાર્યકરે આ અંગે કામરેજ પોલીસ મથકમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલ્પેશ કથેરિયાની ધરપકડ કરી જેલ પાછળ ધકેલી દીધા હતા. ત્યારબાદ આજરોજ અલ્પેશ કથીરિયા અને જામીન મળતાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અલ્પેશના સ્વાગત માટે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, અલ્પેશ મારો અંગત સાથી છે ચાર મહિનાથી જેલમાં અંદર હતા આજે તેમને જામીન મળ્યા છે. તેના સ્વાગત અને ઉત્સાહ વધારવા માટે આજે હું સુરત લાજપોર જેલ આવ્યો છું અમે એવું માનીએ છીએ કે જે પણ લોકો જનતાના હિત માટે લડતા હોય તેનો ઉત્સાહ વધે અને હિંમત મળે.

આમ આદમી પાર્ટીએ જે કમેન્ટ કર્યા છે એ પૂરા કરે-હાર્દિક પટેલ

ગુજરાતના સાડા 6 કરોડ લોકો માટે કોણ મહેનત કરે છે, કોણ લડી શકે છે, કોણ બોલી શકે તે સૌથી મોટો સવાલ છે, આમ આદમી પાર્ટીએ જે કમેન્ટ કર્યા છે એ અલ્પેશ કથીરિયાના સ્વાગત માટે આવેલા રાજકીય નેતાઓ અંગે હાર્દિક પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ પાર્ટીનો માણસ કોઈ વ્યક્તિને હિંમત આપવા માંગતો હોય તો હું માનું છું કે એને રોકવા ન જોઈએ અને સારા કામની અંદર કોઈપણ પાર્ટી હોય ભાગીદાર બનવા માંગતો હોય તો એનું સ્વાગત છે. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસથી નારાજ અલ્પેશ અને ધાર્મિક વિશે હાર્દિકે જણાવ્યું હતું કે, સમય અંતરે દરેક લોકો નારાજ પણ હોય છે અને પ્રેમ પણ હોય છે સવાલએ હોય છે કે, દિલથી નજીક જોડાયેલા માણસો કેટલા અને ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે એક ભાઈ કોંગ્રેસમાં અને એક ભાઈ ભાજપમાં હોય છે અને આતો આંદોલનનો પાઠ હતો કોઈ બીજી એક જગ્યાએ કોઈ બીજી જગ્યાએ જાય આ તો ચાલીયા કરે પણ એક વાત સ્પષ્ટ છે. ગુજરાતના સાડા 6 કરોડ લોકો માટે કોણ મહેનત કરે છે કોણ લડી શકે છે, કોણ બોલી શકે તે સૌથી મોટો સવાલ છે અને આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો સુરતથી ચૂંટાયા છે. કોર્પોરેટરોને 6 મહિના થયા છે. હજુ સાડા ચાર વર્ષ બાકી છે સાડા ચાર વર્ષની અંદર એમને જે કમેન્ટ આપ્યા હતા. કેટલા વિસ્તારમાંથી જીત્યા છે એટલા વિસ્તાર કમેન્ટ પૂરા કરે રાજનીતિનો એજ મતલબ છે.

ગુજરાતીઓ માટે કોઈ સારું કરી શકે એના માટે દરવાજા હંમેશા ખુલ્લા છે -હાર્દિક પટેલ

ગુજરાતીઓ માટે કોઈ સારું કરી શકે એના માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. અલ્પેશ કથીરિયા અને કોંગ્રેસના લાવવાના પ્રયાસ વિશે હાર્દિક પટેલને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હું ક્યારે કોઈને પણ દબાણ કરવા વાળા વ્યક્તિ નથી દરેક માણસનું દિલ ખુલ્લું હોય એ કોઈ પણ નિર્ણય લઈ શકે અને પહેલા પણ કહ્યું હતું. ગાંધીના સરદારની ભૂમિના તમામ ગુજરાતીઓ માટે કોઈ સારું કરી શકે એના માટે દરવાજા હંમેશા અમારા તે આવવા માટે ખુલ્લા છે.

Last Updated :Jul 15, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details