ગુજરાત

gujarat

સુરતમાં દુકાનના કબ્જાના મામલે એસિડ અટેક, પાંચ લોકો દાઝ્યા

By

Published : Sep 23, 2020, 12:09 PM IST

સુરતના વરાછાના બરોડા પ્રિસ્ટેજમાં દુકાનના કબ્જા બાબતે એસિડ અટેક થયો હતો, જેમાં પાંચ લોકો દાઝ્યા છે. જેમાં પાંચેયને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

surat
સુરતમાં દુકાનના કબ્જાને લઇ એસિડ હુમલો કરવામાં આવ્યો

સુરત :દુકાનના કબ્જાને લઇ સુરતમાં એસિડ હુમલો કરવામાં આવ્યો છે. સુરતના વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે સૌરભ કોમ્પ્લેક્ષમાં એક દુકાન આવેલી છે. જેને લઇ આખો વિવાદ સર્જાયો હતો.

આ દુકાન રજનીકાંત નામ ઉપર ચાલતી હતી. રજનીકાંતભાઈએ 2010માં પૂણા ગામમાં રહેતા જ્યોત્સનાબેન કુંમડીયાના મકાનની સામે દુકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ મકાનનો સોદો કેન્સલ થતા રજનીકાંતને જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે રજનીકાન્ત કહેશે ત્યારે દસ્તાવેજ કરાવી લેવામાં આવશે. જેથી 15 દિવસ પહેલા દુકાનનો કબજો ખાલી કરાવવા જણાવવામાં આવ્યું હતું. પાંચ ટકાના વ્યાજે રૂપિયા 35 લાખની સિક્યુરીટી પેટે આપેલી દુકાન બાબતે માથાકૂટ થતાં ઝઘડો થયો હતો. જયારે દુકાનની રકમ રજનીકાંતને દર્શન નામના ઈસમને આપવાની હતી. જેની પાસેથી તેને સિક્યુરીટી પેટે લાખો રૂપિયા લીધા હતા.

આ રૂપિયા નહીં મળતા આખરે આ માથાકૂટમાં દર્શન નામના ઈસમે એસિડની બોટલ લાવી ગિરીશ અને ચંદ્રકાંત પર એસિડ ફેકાયું હતું. બાદમાં પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને બંનેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details