ગુજરાત

gujarat

RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ કરાયા

By

Published : Dec 17, 2021, 7:18 AM IST

રાજકોટ મહાનગરપાલિકાની(RMC in Rajkot) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં – 03ના સેનેટરી ઇન્સ્પેકટર(Sanitary Inspector Ward No 03 suspended) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારની કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાથી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા તાત્કાલિક સસ્પેન્ડનો હુકમ(Muni. Suspended order by Commissioner Amit Arora) કરવામાં આવ્યો છે.

RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ
RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની(RMC in Rajkot) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ(solid waste management rajkot) શાખાના વોર્ડ નં – 03ના સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રમેશ પરમારને તેઓની કામગીરીમાં ગંભીર બેદરકારી(Sanitary Inspector Ward No 03 suspended) સબબ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

ફરજમાં સત્તત અનિયમિતતા હોવાનું આવ્યું સામે

રમેશ પરમાર મનપામાં(Manpa in Rajkot) પોતાની ફરજમાં અનિયમિતતા, વોર્ડ વિસ્તારમાંથી રજુ થતી ફરિયાદોના નિકાલમાં કરવામાં લાપરવાહી બાબતે નાયબ પર્યાવરણ ઇજનેર તેમજ પર્યાવરણ ઈજનેરની વારંવારની સુચના તેમજ તાકીદ કરવા છતા પરમારની કામગીરીમાં સુધારો ન જણાતો હતો. જેને લઈને મ્યુનિ. કમિશનર અમિત અરોરા લાલધૂમ જોવા મળ્યા હતા. મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા કામગીરીમાં તીવ્ર બેદરકારીના કારણે પરમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હુકમ(Muni. Suspended order by Commissioner Amit Arora) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Indian Citizenship To Pakistani Hindus: 13 પાકિસ્તાની હિંદુઓ બન્યા ભારતીય નાગરિક, રાજકોટ ખાતે અપાયા નાગરિકતા પત્ર

આ પણ વાંચોઃ Promotion of vaccination in Rajkot : રાજકોટમાં વેક્સીનનો બીજો ડોઝ લેનાર નાગરિકો માટે લક્કી ડ્રો યોજાયો,વિજેતાને સ્માર્ટફોન અપાયો

ABOUT THE AUTHOR

...view details