ગુજરાત

gujarat

રાજકોટ ભાજપ દ્વારા કેશુભાઈ પટેલના નિધન નિમિતે પ્રાર્થના સભાનું કરાયું આયોજન

By

Published : Nov 2, 2020, 1:55 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા કેશુભાઈ પટેલનું તાજેતરમાં જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ત્યારે તેમના સમર્થકો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. કેશુબાપાએ ભાજપ પક્ષને મોટો કરવામાં ઘણું બધું યોગદાન આપ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

rajkot
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન

  • ભાજપ દ્વારા કેશુભાઈ પટેલના અવસાન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન
  • કેશુબાપાએ ભાજપ પક્ષને આપ્યું મહત્વનું યોગદાન
  • ભાજપના હોદ્દેદારો તેમજ દિગ્ગજ નેતાઓએ હાજરી આપીને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી

રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા કેશુભાઈ પટેલ તાજેતરમાં જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ત્યારે તેમના સમર્થકો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. કેશુબાપાએ ભાજપ પક્ષને મોટો કરવામાં ઘણું બધું યોગદાન આપ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

રાજકોટ ભાજપ દ્વારા કેશુભાઈ પટેલના અવસાન નિમિતે પ્રાર્થના સભાનું કરાયું આયોજન
શહેર ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજનસૌરાષ્ટ્રમાં મોટાભાગના દિગગજ નેતાઓને સફળ બનાવવા પાછળ કેશુભાઈ પટેલની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. ત્યારે આજે તેમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી ખાતે પ્રાર્થના સભા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપના હોદ્દેદારો તેમજ દિગ્ગજ નેતાઓએ હાજરી આપીને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ગુજરાત પ્રદેશ ભાજપના પ્રથમ પ્રમુખ હતા કેશુભાઈકેશુભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રથમ પ્રમુખ અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન પણ હતા. હાલ કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેશુભાઈને યાદ કરવામાં આવ્યા હતા. ભાજપ પક્ષને મોટો કરવામાં તેમણે જે સિંહ ફાળો આપ્યો છે. તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details