ગુજરાત

gujarat

Rajkot News : જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનમાં 27 વર્ષ થઇ હતી ચૂંટણી, સહકાર પેનલનો વિજય

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 2:25 PM IST

રાજકોટના જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની 27 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખની સહકાર પેનલનો ઝળહળતો વિજય થયો છે. જાણો વિગતો.

Rajkot News : જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનમાં 27 વર્ષ થઇ હતી ચૂંટણી, સહકાર પેનલનો વિજય
Rajkot News : જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનમાં 27 વર્ષ થઇ હતી ચૂંટણી, સહકાર પેનલનો વિજય

પ્રમુખપદે ફરીથી જેન્તીભાઈ રામોલીયા બિરાજમાન

જેતપુર : ઔદ્યોગિક શહેર જેતપુર જેના નામથી વિશ્વ પ્રસિદ્ધ છે તેવા સાડી ઉદ્યોગ સમૂહ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની 27 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખની સહકાર પેનલનો ઝળહળતો વિજય થયો હતો. જેતપુર નગરપાલિકાના વાર્ષિક બજેટ કરતા કરતા અનેકગણું વાર્ષિક ટર્નઓવર ધરાવતું જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના સભ્યોની કારોબારી છેલ્લા 27 વર્ષથી ઇલેક્શનને બદલે સિલેક્શનથી થતી. એટલે કે હોદેદારોની ચૂંટણીને બદલે સર્વસમંતિ સાધી બિનહરીફ રીતે કારોબારી રચવામાં આવતી.

27 વર્ષ બાદ ચૂંટણી: ચાલુ વર્ષે સાડીના કારખાનેદાર કલ્પેશ રાંક દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતા 27 વર્ષ બાદ ચૂંટણી યોજવાનો વારો આવ્યો હતો. વર્તમાન પ્રમુખ જેન્તીભાઈ રામોલીયાએ 21 કારોબારી સભ્યની ચૂંટણી માટે પોતાની પેનલના 21 કારખાનેદારોના ફોર્મ ભરાવ્યાં અને ચૂંટણી અધિકારી દ્વારા તેમને સહકાર પેનલ નામ આપી સ્વસ્તિક ચિહ્ન આપ્યું હતું.

આ ચૂંટણીમાં જેતપુર શહેરના રોટરી હોલ ખાતે મતદાન યોજાયું હતું. સવારે આઠ વાગ્યે શરૂ થયેલ મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં લગભગ 95 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેે બાદ તરત જ મતગણતરી યોજાયેલી. જેમાં સહકાર પેનલના તમામ 21 ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો...જેન્તીભાઈ રામોલીયા (પ્રમુખ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન )

સહકાર પેનલનો ઝળહળતો વિજય: આગામી ત્રણ વર્ષ માટે એસોસિએશનના પ્રમુખપદે ફરીથી જેન્તીભાઈ રામોલીયા બિરાજમાન થશે. જેતપુર એસોસિયેશનની 27 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી અંદર ફરી એક વખત વર્તમાન એટલે કે સહકાર પેનલનો ઝળહળતો વિજય થતા સૌ કોઈમાં આનંદની લાગણી જોવા મળી હતી. એ છે કે મતદાન સમયે ૯૫ ટકા જેટલું મતદાન થયું હતું જેમાં સહકાર પેનલના તમામ 21 ઉમેદવારોનો ભવ્ય વિજય થતા આગામી ત્રણ વર્ષ માટે ફરી એક વખત વર્તમાન પ્રમુખ જયંતિભાઈ રામોલિયા બિરાજમાન થશે તેવું પણ સામે આવ્યું છે.

  1. રાજ્યમાં હવે આ જગ્યાએ પ્રદૂષણ બનશે ભૂતકાળ, બનશે દેશનો સૌથી મોટો પ્લાન્ટ
  2. Protest To Save Marine Life: દરિયાઈ જીવસુષ્ટિને બચાવવા છેડાશે આંદોલન ! પોરબંદરમાં ઠલવાતા જેતપુર ગંદા પાણી પાઇપલાઇન પ્રોજેકટનો વિરોધ

TAGGED:

Election

ABOUT THE AUTHOR

...view details