ગુજરાત

gujarat

Gujarat Weather : ગરમીમાં લૂથી બચવા શું કરવું જોઈએ, જાણીલો આ નુસકો નહિંતર થઇ શકે છે આવું

By

Published : Apr 19, 2023, 5:45 PM IST

રાજ્યમાં વધતી ગરમી લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ પણ રાજ્યમાં ગરમીનું તાપમાન વધવાની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે ડોકટરે લૂથી બચવા શું કરવું, લૂના લક્ષણો, ખાણીપીણી અને અન્ય કેટલીક શરીરની કાળજી માટે મહત્વની વાત કરી છે.

Gujarat Weather : હોટ મોસમમાં લૂથી બચવા શું કરવું જોઈએ જૂઓ, નકર રસ્તા પર ગુમાવશો હોંશ
Gujarat Weather : હોટ મોસમમાં લૂથી બચવા શું કરવું જોઈએ જૂઓ, નકર રસ્તા પર ગુમાવશો હોંશ

છેલ્લા ત્રણ દિવસથી ગરમી વધી, તબીબે કાળજી રાખવાની આપી સલાહ

રાજકોટ : હાલ રાજ્યમાં ઉનાળાએ ગરમી પકડી છે. એમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવી તો, રાજકોટમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. એવામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ આગામી દિવસોમાં રાજકોટમાં તાપમાન વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ પ્રકારના તાપમાનમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે અંગે ETV BHARAT દ્વારા રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે તાપમાન વધે ત્યારે શું કરવું અથવા લુ લાગે ત્યારે ખાસ ક્યાં પ્રકારની કાળજી રાખવી તે અંગની માહિતી આપી હતી.

શહેરના છેલ્લા ત્રણ દિવસથી ગરમી વધી :રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાકાણીએ આ અંગે જણાવ્યું હતું કે, હજુ રાજકોટમાં એટલી બધી ગરમી વધી નથી, પરંતુ આગામી દિવસોમાં આ ગરમી વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા અલગ અલગ શહેરોમાં વધતા તાપમાનને લઈને યલ્લો, ઓરેન્જ, અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે. એવામાં જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવતી હોય છે. જ્યારે આપણે રાજકોટની વાત કરીએ તો, રાજકોટમાં તાપમાન હજુ એટલું બધું જોઈએ તેટલું વધ્યું નથી, પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. જેના કારણે હજુ રાજકોટમાં હીટવેવની સ્થિતિનું હજુ સુધી નિર્માણ થયું નથી.

લૂથી બચવા શું કરવું જોઈએ :જ્યારે લોકોએ લૂ લાગવાથી બચવા માટે ખાસ શું શું કાળજી રાખવી જોઈએ તે અંગે ડો જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના તાપમાન દરમિયાન બપોરે 12થી 3 સુધી લોકોએ કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. કારણ કે, આ સમય દરમિયાન સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા હોય છે. જેના કારણે જે તાપમાન છે તે તાપમાન કરતાં બેથી ત્રણ ડિગ્રી વધુ તાપમાન આપણું શરીર છે. તે અનુભવ કરતું હોય છે. જેના કારણે હીટ સ્ટોક અથવા હિટવેવેનો શિકાર લોકો થતા હોય છે. જેમાં ઘણી વખત લોકો રસ્તા પર હોસ ગુમાવી બેભાન થઈને પડી જાય છે. જેના કારણે અન્ય અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધી જતી હોય છે.

માટલાનું પાણી પીવું હિતાવત :સામાન્ય રીતે વધારે પ્રમાણમાં તાપમાન વધે ત્યારે લોકોએ પુષ્કળ પ્રમાણમાં પાણી લેવું જોઈએ. એમાં પણ લોકોએ માટલાના પાણીનું વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જ્યારે બપોરના સમયે લોકોએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ. પરંતુ જો જવાનું થાય તો માથાના ભાગે ટોપી અથવા દુપટ્ટો સહિતની વસ્તુઓ બાંધવી જોઈએ અને કોટનના કપડા પહેરવા જોઈએ. જે લોકો શ્રમિક હોય છે તેમને આ પ્રકારના તાપમાનમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે બપોરના સમયે મોટાભાગે કામ કરવાનું ટાળવું જોઈએ. જો આવા સમયે તેઓ કામ કરતા હોય તો તાપમાનની અસર તેમના પર સુધી થાય તો તેઓ બેભાન થઈ શકે છે અથવા તો તેમને હીટ વેવની અસર ખૂબ જ જલ્દીથી લાગી જાય છે.

આ પણ વાંચો :શું તમારું ઈલેક્ટ્રોલાઈટ સ્તર કંટ્રોલમાં છે ? ના, તો પીવો આ 8 હાઈડ્રેટિંગ પીણા

ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ :લોકો હાલમાં ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને ઠંડા પાણીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ આ પ્રકારના પીણા અને ઠંડા પાણીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જ્યારે ઘરના માટલા પાણી પીવું આવા સમયે ખૂબ જ હિતાવત માનવામાં આવે છે. એમાં પણ બપોરના સમયે ખૂબ જ ઠંડા પ્રકારના પ્રવાહી લેવાનું ટાળવું જોઈએ. કારણ કે શરીરમાં તાપમાનનું પ્રમાણ વધ્યું હોય એવામાં ઠંડુ પાણી અથવા ઠંડા કોલ્ડ્રીંક શરીરને અનુકૂળ આવતા નથી. જેના કારણે તે લેવાનું ટાળવું જોઈએ. જ્યારે આવા સમયે પેટ ભરીને ખાવાનું ટાળવું જોઈએ અને બહારનું પણ ખાવાનું ટાળવું જોઈએ મુખ્યત્વે આ પ્રકારના વાતાવરણમાં લોકોએ નાળિયેર પાણી અથવા ઘરનું સાદું પાણી તેમજ ORS તેમજ ગ્લુકોઝ અને ઘરે બનેલા સરબત લે તો તે શરીર માટે હિતાવહ રહે છે.

આ પણ વાંચો :Gujarat Weather Update : રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણની સાથે ગરમી વધવાની આગાહી

લુ લાગે ત્યારે આ પ્રકારના લક્ષણો દેખાય :મુખ્યત્વે લુ લાગવાના લક્ષણોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા માથું દુઃખતું હોય છે. અત્યંત પરસેવો પણ શરીરમાં વળતો હોય છે. તેમજ શરીરમાં બેચરની અનુભવાતી હોય છે. જ્યારે આ બધાની વચ્ચે અમુક વખતે કાળુ દેખાવું અથવા તો ન પણ દેખાવું, ચક્કર આવી જવા તેમજ પગના સ્નાયુમાં કંપનનો અનુભવ થતો હોય છે. આ પ્રકારના લક્ષણો લુ લાગવાની ઘટનામાં સામે આવતા હોય છે. જેમાં મોટાભાગે માથાના દુખાવાની સતત ફરિયાદ જોવા મળતી હોય છે. જ્યારે આ પ્રકારના લક્ષણો લોકોમાં દેખાય ત્યારે તડકામાંથી તેમને દૂર જતું રહેવું જોઈએ અને પોતાના શરીરના તાપમાનને મેન્ટેન કરવાનો સૌ પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ જે ખૂબ જ હિતાવત માનવામાં આવે છે. ત્યારબાદ સારવાર લેવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details