ગુજરાત

gujarat

Rajkot Airport: રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

By

Published : Mar 4, 2023, 8:19 PM IST

રાજકોટમાં હીરાસર ખાતે રાજ્યનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. ત્યારે આ એરપોર્ટ પર ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Rajkot Airport: હીરાસર એરપોર્ટનો રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
Rajkot Airport: હીરાસર એરપોર્ટનો રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

માર્ચ એન્ડિંગમાં એરપોર્ટનું કામ પૂર્ણ થશે

રાજકોટઃશહેરની ભાગોળે આવેલા હિરાસર ખાતે રાજ્યનું પ્રથમ ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ માટે વહીવટી તંત્ર પણ તનતોડ મહેનત કરી રહી છે. જોકે, હાલમાં હીરાસર એરપોર્ટનો રનવે તૈયાર થઈ ગયો છે. તેને લઈને આજે એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી આજ અને કાલ એમ 2 દિવસ સુધી ચાલશે, જેમાં નવા રનવે પર ફ્લાઈટને ટેકઑફ અને લેન્ડિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃSurat News: નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

3 કિલોમીટરનો રનવે તૈયાર કરવામાં આવ્યોઃહીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આવામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું એરપોર્ટ આ એરપોર્ટને માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ એરપોર્ટ ખાતે 3 કિલોમીટર કરતા વધુનો રન વે બનાવવામાં આવ્યો છે. અહીં છેલ્લા ઘણા સમયથી આ એરપોર્ટની કામગીરી શરૂ છે. ત્યારે આજે એરપોર્ટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશન ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી.

એરપોર્ટ પર કામગીરીઃ આ કામગીરી અંતર્ગત હીરાસર એરપોર્ટ ખાતે કામગીરી અન્વયે રનવેનું અને લેન્ડિંગ ઈન્સ્ટ્રુમેન્ટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે હાલમાં ટર્મિનલ 1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઈલ ટાવર, કમ્યુનિકેશન અને એમટી બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

3 કિલોમીટરનો રનવે તૈયાર કરવામાં આવ્યો

માર્ચ એન્ડિંગમાં એરપોર્ટનું કામ પૂર્ણ થશેઃઆ અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ માટે ખૂબ જ સારો દિવસ છે. કારણ કે, આજે હીરાસર એરપોર્ટ ખાતે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ ચેકિંગ સિસ્ટમથી ચાલુ કરવામાં આવી છે. જ્યારે આ કામગીરી માટે ગઈકાલે સાંજે જ રાજકોટ ખાતે ફ્લાઈટ આવી પહોંચી હતી. તેમ જ આજે વહેલી સવારે રાજકોટના એરપોર્ટ ઉપરથી ફ્લાઈટ ટેકઑફ થઈ અને હાલમાં હીરાસર એરપોર્ટ ખાતે 5-6 ટેક્નિકલ મુદ્દે રન વે પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃAhmedabad Airport : સરકારી જેટનો સ્વાર્થ ખાતર ઉપયોગ કરતા કેપ્ટન ચૌહાણનો છીનવાયો ચાર્જ

એશિયાની સૌથી મોટી ટર્નલ બનાવવામાં આવીઃકલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હીરાસર એરપોર્ટ ખાતે સૌથી પહેલા રનવે પર કન્ટ્રોલ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવી છે. એટલે કે, નવા એર ટ્રાફિક ટાવર હીરાસર એરપોર્ટ ખાતે ઊભા કરવામાં આવ્યા છે. આ એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક કરીને હાલ લેન્ડિંગ અને સિસ્ટમ કેલિબ્રેશનનું કામગીરી ચાલી રહી છે. તેમ જ રણવીરની નીચે ટનલનું પણ કામ ચાલી રહ્યું છે. એશિયાની સૌથી મોટી આ ટર્નલ હશે, જે એક કિલોમીટર લાંબી હશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વેપારીઓને તેનો ભરપૂર લાભ મળશે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details