ગુજરાત

gujarat

Rajkot Crime News : ધોરાજીના રસુલપરામાં થયેલ હત્યાના ગુનામાં આરોપી દંપતિને ધોરાજીની સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

By

Published : Aug 18, 2023, 9:05 PM IST

રાજકોટના ધોરાજીમાં વર્ષ 2020માં એક યુવકની હત્યા કરાઈ હતી. જેમાં હત્યાની ઘટના બાદ હત્યા કરનારા દંપતિને પોલીસે ઝડપી લીધા હતા. આ કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપીને ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. જાણો સમગ્ર કેસ વિગતો

આરોપી દંપતિને આજીવન કેદની સજા ફટકારાઈ
આરોપી દંપતિને આજીવન કેદની સજા ફટકારાઈ

Rajkot Crime News

રાજકોટ : ધોરાજી શહેરમાં તા. 17-06-2020ની સાંજે રસુલપરા ઈદગાહના ઝાપા પાસે અલી ઉર્ફે બાબુ તથા તેના પત્ની જીન્નતબેને ફજલ અલ્લારખા હિંગળાજાને જૂના ઝઘડાનો ખાર રાખીને લાકડાના ધોકા વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત ફઝલ ઉપર ઉકળતું પાણી રેડ્યુ હતું. આ ઘટનામાં યુવકનું કરૂણ મોત થયું હતું.

ધોરાજીમાં બનેલ આ બનાવ બાદ ધોરાજી પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જોશીએ આ ગુનાની તપાસ સંભાળેલી અને આરોપીઓની ધરપકડ કરેલી હતી. આ ધરપકડ બાદ ધોરજીની નામદાર અદાલત સમક્ષ કેસ ચાલવા માટે આવેલ. આ બનાવમાં ધોરાજી પોલીસમાં એક નનામું પોસ્ટકાર્ડ આવેલ કે આ આરોપીનું ખરું નામ અલી બાબુ છે અને તે વડોદરાના ગુનામાં લૂંટના કેસમાંમાં સજા પામેલ આરોપી છે. અહીંયા ખોટું નામ જણાવેલ છે તેવી માહિતી સામે આવી હતી આથી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજાએ આ અંગે તપાસ કરી અને સાચી હકીકત રેકોર્ડ ઉપર લાવેલ હતી...કાર્તિકેય પારેખ (એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, ધોરાજી ડિસ્ટ્રિક્ટ કોર્ટ)

ક્રુરતાપૂર્વક કહી હત્યાઃ આ બનાવમાં આ કામમાં સાક્ષીઓને ટેમ્પર કરવા માટે પણ પ્રયત્ન આરોપી પક્ષે કરવામાં આવેલ તેનો અલગથી ગુનો નોંધી અને તપાસ થયેલી હતી ત્યારે આ કેસમાં હેલ્પીંગ પ્રોસિક્યુટર તરીકે ચંદુભાઈ એસ. પટેલ રોકાયેલા હતા અને તેમણે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ધોરજીના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી નામદાર અદાલતને દલીલ કરવામાં આવેલી હતી કે જુબાનીઓ અને દસ્તાવેજી પુરાવા તથા મેડિકલ એવિડન્સથી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ પુરવાર છે સર્વોચ્ચ અદાલતના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લઈ અને આરોપીએ પુરાવા અધિનિયમ કલમ આઠ પ્રમાણે જોતા પાણી ઉકાળી અને અગાઉથી પૂર્વ તૈયારી પણ કરેલી છે. સમગ્ર બનાવ દરમિયાન જો કોઈ વચ્ચે કોઈ પડશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

આજીવન કેદની સજાઃ ધોરાજીમાં બનેલ આ તમામ સંજોગોને ધ્યાને લેવા નામદાર અદાલતને વિનંતી કરી અને વિશેષમાં આરોપીની વર્તણુક કે પોલીસને અત્યાર સુધી બંને આરોપીને ખોટી હકીકતો પોતાના નામ ધારણ કર્યા હતા. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લા શેખે આરોપીઓને ભારતીય દંડ સહિતાની કલમ 302 તથા 34 મુજબ તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

Surat Crime: સુરતમાં શેઠના પુત્રની કરપીણ હત્યા કરી નાસી ગયેલા આરોપીની 15 વર્ષ બાદ ઓરિસ્સાથી ધરપકડ

Surat Crime News: વોચમેન ગાડી ધોઈને વધુ રૂપિયા કમાતો હતો તેથી ઈર્ષાના આવેશમાં સાથીદારોએ વોચમેનની હત્યા કરી નાખી

ABOUT THE AUTHOR

...view details