ETV Bharat / state

Surat Crime: સુરતમાં શેઠના પુત્રની કરપીણ હત્યા કરી નાસી ગયેલા આરોપીની 15 વર્ષ બાદ ઓરિસ્સાથી ધરપકડ

author img

By

Published : Aug 16, 2023, 9:23 AM IST

સુરત શેઠના પુત્રની હત્યા કરી ઓરિસ્સા નાસી ગયેલા આરોપીની 15 વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વર્ષ 2008માં શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 15 વર્ષથી હત્યાની ઘટનાને અંજામ આપી નાસી ગયો હતો. આરોપીની છેલ્લા 15 વર્ષથી શોધખોળ કરી રહી હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચને આરોપી ધરપકડ કરવામાં સફળતા મળી છે.

સુરતમાં શેઠના પુત્રની કરપીણ હત્યા કરી નાસી ગયેલા આરોપીની 15 વર્ષ બાદ ઓરિસ્સાથી ધરપકડ
સુરતમાં શેઠના પુત્રની કરપીણ હત્યા કરી નાસી ગયેલા આરોપીની 15 વર્ષ બાદ ઓરિસ્સાથી ધરપકડ

સુરત: વર્ષ 2008માં સુરતના વરાછા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. આરોપી 36 વર્ષીય લાલુ ઉર્ફે લલ્લુ ઘોડા પોતાના જ શેઠના પુત્રની હત્યા કરી સુરત છોડી નાખી ગયો હતો. છેલ્લા 15 વર્ષથી આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચ ને બાદ મેં મળી હતી કે આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં હાલ રહી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી છે.


"આરોપીની ધરપકડ કરવા માટે છેલ્લા ત્રણ મહિનાથી અમે વર્કઆઉટ કરી રહ્યા હતા. આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ગુજરાતી તમિલનાડુ ખાતે કામ ધંધો કરવા માટે નાસી ગયો હતો. ત્યારબાદ થોડા સમય પહેલા જ તે પોતાના વતન ઓરિસ્સા પહોંચીને કડિયા કામની મજૂરી કરતો હતો. આ અંગે અમને માહિતી મળી હતી. અમારી એક ટીમ ઓરિસ્સા ખાતે પહોંચી હતી. આરોપીની ધરપકડ 15 વર્ષ બાદ કરવામાં આવી છે"-- એ.એન.રાઠોડ (સબ ઇન્સ્પેક્ટર)

હુમલો કરી નાસી ગયા: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં અશ્વિનીકુમાર રોડ ખાતે આવેલી ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીના માલિક હીરાભાઈ જામડીયાના ત્યાં આરોપી લાલુ ઉર્ફે લલ્લુ ગૌડા એમ્બ્રોઇડરી કારખાનામાં શ્રમિક તરીકે નોકરી કરતા હતા. તારીખ 2 નવેમ્બર 2008 ના રોજ રાત્રીના સમયે માલિક હીરાભાઈ ના પુત્ર મહિપાલએ બંનેને કામ બાબતે લગાવી હતી અને વાદવિવાદ વધતા મહિપાલને આ બંને આરોપીઓ ક્રિષ્ના ધારદાર હથિયાર વડે તેના ગળા અને ચહેરા ઉપર જીવ લઈને હુમલો કરી ત્યાંથી નાસી ગયા હતા.તમિલનાડુ ખાતે કામ ધંધો કરવા માટે નાસી ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચના નાસતા ફરતા સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ આરોપીને શોધતા સાસુદી પહોંચી હતી આરોપી ત્યાં કડિયા કામ કરતો હતો.

  1. Ahmedabad: મણિનગરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, જાહેર રોડ પર ભરેલી બંદુક સાથે યુવકનો દોડતો વીડિયો, હવામાં કર્યું ફાયરિંગ
  2. Amreli Crime: મોટા આંકડિયા ગામે એકજ સાથે અલગ અલગ ત્રણ મકાનોમાં ચોરી, તસ્કરો સીસીટીવીમાં થયા કેદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.