ETV Bharat / state

Amreli Crime: મોટા આંકડિયા ગામે એકજ સાથે અલગ અલગ ત્રણ મકાનોમાં ચોરી, તસ્કરો સીસીટીવીમાં થયા કેદ

author img

By

Published : Aug 15, 2023, 12:58 PM IST

અમરેલી જિલ્લામાં અને તાલુકામાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ચોરી કરી ગુન્હાને અંજામ આપી રહ્યા છે. ફરી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરી કરનારા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામમાં રહેણાંક અલગ અલગ ત્રણ મકાનમાં ત્રાટકી લાખોની ચોરી કર્યાની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મોટા આંકડિયા ગામે એકજ સાથે અલગ અલગ ત્રણ મકાનોમાં ચોરી કરતા તસ્કરો સી.સી ટીવી માં થયા કેદ : પોલીસને ખુલો પડકાર
મોટા આંકડિયા ગામે એકજ સાથે અલગ અલગ ત્રણ મકાનોમાં ચોરી કરતા તસ્કરો સી.સી ટીવી માં થયા કેદ : પોલીસને ખુલો પડકાર

મોટા આંકડિયા ગામે એકજ સાથે અલગ અલગ ત્રણ મકાનોમાં ચોરી કરતા તસ્કરો સી.સી ટીવી માં થયા કેદ

અમરેલી: હવે તો ગામડામાં પણ ચોરી થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અમરેલીમાં પણ ચોરીનો કેસ સામે આવ્યો છે. જેમાં મોટા આંકડીયા ગામમાં ત્રણ જેટલા મકાનમાં ચોરી કરનાર ગેંગ ફરી રહી છે. અહીં પંકજભાઈ ચંદુભાઇ ટાકોદરા પોતાના બંધ મકાનમાં થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બંધ મકાનમાં રોકડ રકમ 64500, સોનાની 5 નંગ વીંટી, સોનાના ચેઇન સોનાના પેન્ડલ નંગ 3,10 ગ્રામ સોનાના બિસ્કીટનો ટુકડો,ચાંદીના સિક્કા મળી 1,99,00 ના મુદામાલ ચોરી થઈ ઉપરાંત અન્ય હાર્દિકભાઈ સેજાણીના મકાનમાં પણ 40 હજારની ચોરી હીરાલાલ પાનસૂરિયા મકાનમાં પણ તસ્કરો કેટલાક મુદામાલ ચોરી કરી ગયા છે.

સીસીટીવી કેમેરામાં કેદ: રહેણાંક મકાનમાં ચોરી કરનાર ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવીના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે. અહીં તસ્કરોની આખી ટુકડી ઉતરી હોવાનો ગામડામાં ગણગણાટ ચાલી રહ્યો છે. 1 ઇસમ ચોરી કરવા જાય છે. તો બીજો ઇસમ ગેટ પાસે ઉભો રહી કોઈ આવી જ જાય તેનું મોઢે બાંધી ધ્યાન રાખી રહ્યો છે. બુકાનીધારી બનીને ચોરી કરી ગુન્હાનો અંજામ આપી રહ્યાં હોય તેવા સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે હજુ સુધી એક પણ તસ્કરો પોલીસ ઝડપી શકી નથી. જેના કારણે ગ્રામજનમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

આતંકથી ભયનો માહોલ: અગાઉ મંદિરની ચોરીનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી લાખોની ચોરી અગાઉ થોડા દિવસો પહેલા આ મોટા આંકડીયા ગામમાં આઈ ખોડિયાર માતાજીના મંદિરમાં 3.5 કિલોના 3 છતર ચોરી માતાજીના મંદિરમાં થઈ હતી. ઝાંઝર અને કંદોરા સોનું ધાતુ મંદિરની દાનપેટીમાં મળેલી રકમ કુલ 2 લાખ ઉપરાંતની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હજુ તે પણ ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી તસ્કરો એકજ ગામમાં રાત્રીના 3 મકાનો ટાર્ગેટ બનાવી ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો આતંકથી ભયનો માહોલ ઉભો થયો છે.

  1. Surat Crime: ખેતરમાંથી પાણીની મોટર ચોરાઈ, બે તસ્કરો રંગેહાથ ઝડપાયાં, લોકોએ સબક શીખવ્યો
  2. Banaskantha Crime : આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, ડીસા પોલીસે ચોરનો ડેમો પણ લીધો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.