ગુજરાત

gujarat

Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ

By

Published : Jun 15, 2023, 12:56 PM IST

રાજકોટમાં પણ આજે સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટનું માર્કેટિંગ યાર્ડ, સોની બજાર સહિતની વિવિધ બજારો પણ બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

cyclone-biparjoy-rain-with-strong-winds-since-early-morning-in-rajkot-due-to-cyclone
cyclone-biparjoy-rain-with-strong-winds-since-early-morning-in-rajkot-due-to-cyclone

રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ

રાજકોટ:બિપરજોય નામનું વાવાઝોડું બસ હવે ગણતરીની કલાકોમાં જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના દરિયા કિનારે ટકરાશે. વાવાઝોડાને પગલે તેની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. રાજકોટમાં વહેલી સવારથી જ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ધીમીધારે વરસાદ પણ શરૂ થયો છે. આગામી સમયમાં ભારે વરસાદ આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

માર્કેટિંગ યાર્ડ, સોની બજાર સહિતની વિવિધ બજારો પણ બંધ

શાળા-કોલેજોમાં રજા જાહેર: રાજકોટનું માર્કેટિંગ યાર્ડ, સોની બજાર સહિતની વિવિધ બજારો પણ બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને પગલે શાળા-કોલેજોમાં પણ વહીવટી તંત્ર દ્વારા રજાઓ જાહેર કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્પોરેશન અને વહીવટી તંત્ર ખડેપગે જોવા મળી રહ્યું છે.

વહીવટી તંત્ર સજ્જ: રાજકોટ એરપોર્ટને બે દિવસ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ફ્લાઇટને અહીંથી ઉડાન ભરવા દેવામાં આવશે નહીં અને માત્રને માત્ર રેસક્યુ ટીમ માટે જ આ એરપોર્ટ બે દિવસ માટે રિઝર્વ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના કોઇપણ વિસ્તારમાં જો મદદની જરૂર હશે તો રાજકોટથી NDRFની ટીમ રવાના થશે. આજની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. એવામાં શહેરીજનો પણ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

NDRFની ટીમ ફાળવાઈ: શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી વોર્ડ ઓફિસોને બે દિવસ માટે 24 કલાક ખુલ્લી રાખવામાં આવશે. 24 કલાક કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે. જેના કારણે શહેરમાં વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. આ સાથે જ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે કે બે દિવસ માટે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, તેમજ પોતાના મોબાઈલ સહિતની વસ્તુઓ ચાર્જ રાખવી અને સૂકો નાસ્તો સાથે રાખવો. વાવાઝોડાની અસર વધુ થાય તેવી શક્યતાઓ છે જેને પગલે અહીંયા NDRFની એક એક ટીમને ફાળવાઈ છે.

  1. Cyclone Biparjoy: નૌકાદળના અનેક જહાજો સ્ટેન્ડબાય, આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત બિપરજોય
  2. Cyclone biparjoy video: અવકાશમાંથી કેવુ દેખાય છે ચક્રવાત બિપરજોય, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details