ETV Bharat / bharat

Cyclone biparjoy video: અવકાશમાંથી કેવુ દેખાય છે ચક્રવાત બિપરજોય, જૂઓ વીડિયો

author img

By

Published : Jun 15, 2023, 9:46 AM IST

એક તરફ ગુજરાત પર ચક્રવાત બિપરજોયનો ભય ટોળાય રહ્યો છે, ત્યાં એક અવકાશયાત્રીએ 400 કિલોમીટર ઉપર અવકાશમાંથી ચક્રવાત બિપરજોય કેવી રીતે દેખાય છે તેનો વીડિયો બનાવ્યો છે.

watch video cyclone biparjoy as seen from space
watch video cyclone biparjoy as seen from space

હૈદરાબાદ: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અરબી સમુદ્રની ઉપર ઉછળતા આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો છે. અવકાશયાત્રીએ 400 કિલોમીટર ઉપર અવકાશમાંથી ચક્રવાત બિપરજોય કેવી રીતે દેખાય છે તેનો વીડિયો બનાવ્યો છે.

  • Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.

    The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀

    Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F

    — Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વાવાઝોડું જમીન સાથે અથડાશે: ચક્રવાત બિપરજોયે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોને એલર્ટ પર મુક્યા છે. આ ચક્રવાત આવતીકાલે એટલે કે ગુરુવારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો સહિત પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યારે આ વાવાઝોડું જમીન સાથે અથડાશે ત્યારે પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. એક વીડિયો બતાવે છે કે ચક્રવાત બાયપરજોય કેટલું ખતરનાક છે. આ વીડિયો અવકાશમાંથી લેવામાં આવ્યો છે.

ચક્રવાતનો વીડિયો શેર કર્યો: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અરબ સાગર પર ઉછળતા આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. તે જોઈ શકાય છે કે અરબી સમુદ્ર પર ચક્રવાતી વાદળોનો મોટો સમૂહ છે. તે ધીમે ધીમે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સુલતાન અલ નેયાદીના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. તેણે મંગળવારે આ વીડિયો શેર કર્યો હતો. વાયરલ વીડિયોમાં, નેયાદી જમીનથી સમુદ્ર સુધી તેનો કેમેરા પેન કરતો જોઈ શકાય છે. વીડિયોમાં સમુદ્ર પર ઘણા બધા વાદળો દેખાય છે. તેઓ એટલા ગાઢ છે કે વાદળી સમુદ્ર વાદળોથી ઢંકાયેલો છે.

  1. Cyclone Biparjoy updates: નાગરિકોની સલામતી માટે સજ્જ, મુખ્યપ્રધાન પટેલ બાદ ગૃહપ્રધાને કરી સમીક્ષા
  2. Jagannath Rath Yatra 2023: જગન્નાથ રથયાત્રાનું વિદેશમાં પણ મહત્વ, નીકળે છેજગન્નાથ-સુભદ્રા-બલરામની સવારી
  3. Innovation in mp: 12 વર્ષની વિદ્યાર્થીનીએ તૈયાર કર્યુ પરીક્ષાની નકલો ચેક કરવાનું ઉપકરણ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.