ગુજરાત

gujarat

રાજકોટની ભારત બેકરી પર થશે કાયદાકીય કાર્યવાહી, સેકરીન અને આર્ટિફિશિયલ કલરના સતત આરોગવાથી કેન્સર થઈ શકે છેઃ ડૉક્ટર,

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 2:39 PM IST

Updated : Dec 16, 2023, 3:15 PM IST

થોડા દિવસ અગાઉ રાજકોટની પ્રખ્યાત ભારત બેકરી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તંત્રએ કેટલાક ફૂડ સેમ્પલને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. પરીક્ષણ બાદ આ સેમ્પલ અખાદ્ય જણાયા છે. આરોગ્ય વિભાગે બેકરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Rajkot Bharat Beckry Municipal Corporation

રાજકોટની ભારત બેકરી પર થશે કાયદાકીય કાર્યવાહી
રાજકોટની ભારત બેકરી પર થશે કાયદાકીય કાર્યવાહી

સેકરીન અને આર્ટિફિશિયલ કલર આરોગવાથી કેન્સર થઈ શકે છેઃ ડૉક્ટર

રાજકોટઃ શહેરની પ્રખ્યાત ભારત બેકરી પર રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડીને કેટલાક ફૂડ સેમ્પલને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. આ સેમ્પલમાં અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે. આ અખાદ્ય પદાર્થોના લાંબાગાળાના સેવનથી કેન્સર જેવા ભયાનક રોગો પણ થઈ શકે છે. તેથી રાજકોટ મનપાએ ભારત બેકરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલચી રસના નમુના ફેલઃ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગને ભારત બેકરીમાંથી એલચી રસના પેકેટ મળ્યા હતા. 250 ગ્રામના ખાસ પેકિંગમાં મળી આવેલ આ એલચી રસનો ઉપયોગ બ્રેડ બનાવવામાં કરવામાં આવે છે. ખાસ કરીને ફ્લેવર્ડ બ્રેડ બનાવવામાં આ એલચી રસ વપરાય છે. આ રસમાં પરીક્ષણ દરમિયાન સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર્સ મળી આવ્યા હતા. આ બંને પદાર્થો માનવ શરીર માટે હાનિકારક છે. સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર્સના લાંબા ગાળાના ઉપયોગને કારણે કેન્સર જેવા રોગો થઈ શકે છે. સેકરીન પર તો સરકારે જ પ્રતિબંધ લાદ્યો છે. સેકરીનને ખાંડની અવેજીમાં વાપરવામાં આવે છે. વેપારી થોડાક નાણાંની બચતની લાલચે ગ્રાહકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા કરી રહ્યા છે.

મનપાની કાર્યવાહીઃ ભારત બેકરીના ફૂડ સેમ્પલનો રિપોર્ટ ફેલ આવતા જ મનપાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ મનપાએ બેકરીને એક નોટિસ ફટકારી છે. કાયદાકીય કાર્યવાહીમાં મનપા તરફથી કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવશે. જેમાં કોર્ટ બેકરીને વિવિધ કલમો અંતર્ગત દંડ અને જેલની સજા ફટકારી શકે છે.

રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ભારત બેકરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં વેચાતી ખાદ્ય વસ્તુઓમાં નમુના લેવામાં આવ્યા હતા. જેમાં બ્રેડની બનાવટમાં વાપરવામાં આવતી સ્પેશિયલ એલચી રસના નમુનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે. આ ફૂડ સેમ્પલમાં સેકરીન તથા સિન્થેટિક ફૂડ કલર ટેટ્રાઝિન જેવા પ્રતિબંધિત તત્વો મળી આવ્યા છે. સેકરીનની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પણ તેના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જો સેકરીન યુક્ત ખાદ્ય પદાર્થ આરોગવામાં આવે તો તેનાથી મોઢામાં ચાંદા પડવા તેમજ આંતરડાની બીમારી થાય છે અને લાંબા સમય સુધી તેના સેવનના કારણે તેનાથી કેન્સર જેવા ગંભીર રોગ પણ થાય છે. આવા જ રોગ કલર યુક્ત ખાદ્ય પદાર્થ આરોગવાના કારણે થાય છે. જ્યારે હાલ ભારત બેકરીમાંથી લેવામાં આવેલ એલચી રસના નમુના ફે જાહેર થયા છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ભારત બેક્રીને નોટિસ ફટારવામાં આવી છે. તેમજ હવે આ મામલે ફૂડ વિભાગ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે...ડૉ. જયેશ વાંકાની(આરોગ્ય અધિકારી, રાજકોટ મહા નગર પાલિકા)

  1. Deesa Nagar palika: ડીસામાં આરોગ્ય વિભાગના દરોડા, વેપારીઓને નોટિસ ફટકારી
  2. આરોગ્ય વિભાગની મરી મસાલાના વિક્રેતાઓ સામે લાલ આંખ, મસ મોટા દંડની કવાયત
Last Updated :Dec 16, 2023, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details