ગુજરાત

gujarat

રાજકોટમાં 24 કલાકમાં 76 કોરોના દર્દીઓના મોત

By

Published : May 4, 2021, 1:50 PM IST

રાજકોટમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટમાં દરરોજ કોરોનાના 500 કરતા વધુ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

રાજકોટમાં 24 કલાકમાં 76 કોરોના દર્દીઓના મોત
રાજકોટમાં 24 કલાકમાં 76 કોરોના દર્દીઓના મોત

  • 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 જેટલા દર્દીઓના મોત
  • કોવિડ કમિટી રિપોર્ટ દ્વારા માત્ર 14 દર્દીઓના જ કોરોનાના કારણે મોત
  • કોરોનાના 500 કરતા વધુ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા

રાજકોટ : જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે રવિવારે 72 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. જેમાંથી કોવિડ કમિટી રિપોર્ટ દ્વારા માત્ર 14 દર્દીઓના જ કોરોનાના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં દરરોજ કોરોનાના 500 કરતા વધુ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે મૃત્યુઆંક દરરોજ 70થી વધુ થઈ રહ્યો છે. રાજકોટમાં સતત દર્દીઓના મોત થવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં 24 કલાકમાં 76 કોરોના દર્દીઓના મોત
આ પણ વાંચો : હરખનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠીના દિવસે જ નર્સનું કોરોનાથી મોત24 કલાકમાં કોરોનાથી76 દર્દીઓના મોતરાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 76 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. એક જ દિવસમાં 76 જેટલા દર્દીઓના મોતને લઈને આરોગ્ય તંત્ર પણ સ્તબ્ધ છે. જ્યારે રાજકોટવાસીઓમાં પણ દર્દીઓના મોત મામલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે યુનિવર્સિટી સહિત શહેરના અનેક જગ્યાએ ઓક્સિજન સાથેના કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details