ગુજરાત

gujarat

કુતિયાણામાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં અવ્યવસ્થા સર્જાઈ

By

Published : Apr 6, 2021, 11:39 AM IST

Updated : Apr 6, 2021, 2:57 PM IST

પોરબંદરના કુતિયાણામાં ખરીદ કેન્દ્ર પર વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ચણા લાવીને ટેકાના ભાવે વેચવા આવ્યા હતા, પરંતુ ખરીદ કેન્દ્ર પર એક જ વજન કાંટો હોવાને કારણે ખેડૂતોની ચણા ખરીદીમાં વ્યવસ્થા ખોરંભાઇ હતી.

કુતિયાણામાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં અવ્યવસ્થા સર્જાઈ
કુતિયાણામાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં અવ્યવસ્થા સર્જાઈ

  • વહેલી સવારમાં ચણા લઈને ખરીદ કેન્દ્ર પર આવેલ ખેડૂતોની કતારો લાગી
  • યોગ્ય વ્યવસ્થા નહીં થવાથી કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી
  • અધિકારીઓ એ ભૂલ સ્વીકારી કોન્ટ્રાક્ટરને આપશે નોટિસ

પોરબંદર: 1 એપ્રિલથી ચણાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પોરબંદરના કુતિયાણા તાલુકામાં પણ ચણાના ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર ખરીદી કરવાનું શરૂ કરાયું છે. ત્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં વારો ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. મજુરોની અછત હોવાના કારણે વ્યવસ્થાતંત્ર ખોરંભાઇ જતું હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું હતું. ત્યારે યોગ્ય વ્યવસ્થા નહીં થવાથી કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કુતિયાણામાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં અવ્યવસ્થા સર્જાઈ

બપોર સુધીમાં માત્ર 6 ખેડૂતોના ચણા જોખવામાં આવ્યા

પોરબંદરના કુતિયાણામાં ખરીદ કેન્દ્ર પર વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ચણા લાવીને ટેકાના ભાવે વેચવા આવ્યા હતા, પરંતુ ખરીદ કેન્દ્ર પર એક જ વજન કાંટો હોવાને કારણે ખેડૂતોની ચણા ખરીદીમાં વ્યવસ્થા ખોરંભાઇ હતી. આ અંગે ખરીદ કેન્દ્રના અધિકારી માવદીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ચણાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, પરંતુ કોન્ટ્રાકટરના 4 મજુરો આવ્યા ન હોવાથી આ અવ્યવસ્થા સર્જાઈ છે.

આ પણ વાંચો:ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી બાબતે સરકારની જાહેરાત, મગફળીનું ખરીદી પૂર્ણતાને આરે

બપોર સુધીમાં માત્ર 6 જ ખેડૂતોના ચણાની ખરીદી કરાઈ

જ્યારે આ બાબતે અધિકારીઓને જાણ કરાઇ છે અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ પાઠવવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે ગઈકાલે સોમવારે બપોર સુધીમાં માત્ર 6 જ ખેડૂતોના ચણાની ખરીદી કરાઈ હતી. જ્યારે એક દિવસમાં 40 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરેલું હતું અને તેઓ સવારથી રાહ જોઇને ઊભા હતા. આ તકે કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથા ભાઈ ઓડેદરા પણ દોડી ગયા હતા અને જો યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ન્યાય ન મળે તો જેલ ભરો આંદોલન કરશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો:ચણાની ખરીદી કેન્દ્રએ ખેડૂતોનો હલ્લાબોલ, ઇન્ટરનેટ સહિતની સુવિધા આપવા માગ

Last Updated : Apr 6, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details