ગુજરાત

gujarat

પોરબંદરના યુવાને સોશિયલ મીડિયા પર લાઈવમાં ફિનાઈલ ગટગટાવ્યું

By

Published : Aug 3, 2021, 2:20 PM IST

પોરબંદરમાં રહેતા સાગર મોતીએ ઉર્ફે સાગર ડબલુ નામના યુવકે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર લાઇવ થઇ ફિનાઈલ ગટગટાવી લેતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ પહેલા યુવાને પોલીસને ગાળો આપી હતી.

પોરબંદરના યુવાને સોશિયલ મીડિયા પર લાઈવમાં ફિનાઈલ ગટગટાવ્યું

  • 20 ગુનાનો આરોપી 19 વર્ષનો સાગર ડબલુ
  • યુવાને સોશિયલ મીડિયા પર લાઈવમાં ફીનાઇલ પીધું
  • પોલીસ દ્વારા ખોટી રીતે મારવામાં આવ્યાનો યુવાનનો આક્ષેપ

પોરબંદર:શહેરમાં એક યુવાને સોશિયલ મીડિયા પર લાઈવ થઈ પહેલા પોલીસને ગાળો આપી હતી આ પછી પોતે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાનો વીડિયો 500થી વધુ લોકો લાઈવ જોતા હતા. યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

યુવાનનું હોસ્પિટલમાં નિવેદન

યુવાને હોસ્પિટલમાં એવું નિવેદન આપ્યું હતું કે, રવિવારે બપોરના સમયે પોલીસે તેને હોટેલ મૂનમાંથી અટકાયત કરી હતી અને ત્યારબાદ LCB કચેરીએ લઇ ગયા હતા. કચેરીએ LCBના સ્ટાફે તેને ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો:ચોટીલાના સોની વેપારીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

20 ગુનાનો આરોપી 19 વર્ષનો સાગર ડબલુ

પોરબંદરના 19 વર્ષના યુવક સાગર ડબલુ વિરુદ્ધ અત્યાર સુધીમાં 20 જેટલા ગુન્હા નોંધાયા છે. સાગર ડબલુએ દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સાગરે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, LCBએ પોલીસે તેને 100 ધોકા અને 125 પટ્ટા માર્યા હતા. જ્યારે પોલીસ આધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા. ત્યારે આ બાબતે પોરબંદર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

ABOUT THE AUTHOR

...view details