ગુજરાત

gujarat

Sagar Parikrama 2022 : સાગર પરિક્રમા પ્રવાસ નહીં માછીમારોના કલ્યાણ માટેનું એક સોપાન : પરસોત્તમ રૂપાલા

By

Published : Mar 7, 2022, 10:36 AM IST

કેન્દ્રીય મત્સ્ય પશુપાલન પ્રધાન પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને સાગર પરિક્રમાનું (Sagar Parikrama 2022) સંપન્ન થયું છે. આ તકે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ માછીમાર સમાજ (Parshottam Rupala with Fishing Community) તેમજ વડવાઓની વ્યવસ્થા અંગે પ્રભાવિત થયા હતા. તેમજ કેન્દ્રીય પ્રધાને કેટલીક વાતો પણ કરી હતી.

Sagar Parikrama 2022 : સાગર પરિક્રમા પ્રવાસ નહીં માછીમારોના કલ્યાણ માટેનું એક સોપાન : પરસોત્તમ રૂપાલા
Sagar Parikrama 2022 : સાગર પરિક્રમા પ્રવાસ નહીં માછીમારોના કલ્યાણ માટેનું એક સોપાન : પરસોત્તમ રૂપાલા

પોરબંદર :કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું (Sagar Parikrama 2022) પ્રથમ ચરણ પોરબંદરમાં સાગર પુત્રોના અનેરો ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું છે. સાગર પરિક્રમા કાર્યક્રમ હેઠળ પોરબંદર આવેલા કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાનું પોરબંદર કોસ્ટ ગાર્ડ જેટી ખાતે બોટો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

કેન્દ્રીય પ્રધાને આનંદની લાગણી વ્યક્ત કરી

સાગર પરિક્રમા પ્રવાસ નહીં માછીમારોના કલ્યાણ માટેનું એક સોપાન : પરસોત્તમ રૂપાલા

કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ (UM Parshottam Rupala in Porbandar) જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ યાત્રા થકી રાજ્યના માછીમાર ભાઈઓ-બહેનોને રૂબરૂ મળવાનું અને તેમની સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો છે. જિલ્લાના સાગર ખેડૂતો, કાર્યકર્તાઓએ દરિયામાં ઢોલ નગારા વગાડીને સ્વાગત કર્યું, એ મારા માટે વિશેષ અનુભવ છે. આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક, સંસદ રામ મોકરીયા, ધારાસભ્ય બાબુ બોખીરીયા, કાંધલ જાડેજા, કલેક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :Sagar Parikrama: કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને રૂબરૂ મળી રહે તે માટે માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો

કલ્યાણકારી યોજનાઓના લાભ માછીમાર પરિવારોને હાથોહાથ આપ્યો

સાગર પરિક્રમાના અંતેકેન્દ્રીય પ્રધાન રૂપાલા થયા પ્રભાવિત

પોરબંદરમાં પાલાનો ચોક વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મત્સ્ય વિભાગની કલ્યાણકારી યોજનાઓના (Fisheries Department Welfare Scheme) લાભો માછીમાર પરિવારોને હાથોહાથ આપી, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માછીમારો માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ (Welfare Scheme for Fishermen) અમલમાં મુકવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાગર પરિક્રમાને એક પ્રવાસ નહીં, પરંતુ માછીમારોના કલ્યાણ સુખ-સુવિધા અને સગવડો આપવાના અભિયાનમાં એક મહત્વનું સોપાન છે. નાનામાં નાના માછીમારોને મદદ કરીને દેશની વિકાસયાત્રામાં તેમને જોડીને એક એક પરિવાર સુધી સરકારના લાભો પહોંચે તેવા નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ

સાગર પરિક્રમાના અંતેકેન્દ્રીય પ્રધાન રૂપાલા થયા પ્રભાવિત

કેન્દ્રીય પ્રધાને આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે, જેમ ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ આપવામાં આવે છે. તેમ કિસાન ક્રેડિટ કાર્ડ અન્વયે પશુપાલન તેમજ માછીમાર ભાઈઓને પણ ધિરાણ (Credit for Fishermen) આપવામાં આવશે. ગુજરાત સરકારે પણ માછીમારોને ધિરાણમાં ચાર ટકા છૂટ આપવાનો નિર્ણય બે દિવસ પહેલાં જ લીધો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ રાહત આપવામાં આવી રહી છે. આમ ખેડૂતોની જેમ જ માછીમારો અને પશુપાલકોને લાભ મળશે.

આ પણ વાંચો:Indian Fishermen released : પાકિસ્તાની જેલમાંથી છૂટીને માદરે વતન પહોંચ્યા માછીમારો, કહ્યું - "તમામ બીમારીની આપે છે એક જ દવા"

માછીમાર સમાજની અને તેના વડવાઓથી રૂપાલા પ્રભાવિત

પોરબંદરમાં કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ માછીમાર ખારવા સમાજના પંચાયત મંદિરના પણ દર્શન કર્યા હતા. આ સંદર્ભે માછીમાર સમાજની (Parshottam Rupala with Fishing Community) અને તેના વડવાઓની વ્યવસ્થા અંગે પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે, પંચાયતને મંદિરનો દરજ્જો આપીને આ સમાજે ગરિમા અને ગૌરવ પૂર્ણ કામ કર્યું છે. સાગરખેડુની જિંદાદિલી, દરિયાદિલી અને લોક સંસ્કૃતિને યાદ કરીને મત્સ્ય ઉદ્યોગ પ્રધાને આ વ્યવસ્થાઓની વાત પ્રેરણાદાયી હોવાથી સંસદમાં પણ કરવી છે.

ABOUT THE AUTHOR

...view details