ETV Bharat / state

Sagar Parikrama: કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને રૂબરૂ મળી રહે તે માટે માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો

author img

By

Published : Mar 5, 2022, 9:05 PM IST

ભારત સરકાર અને ગુજરાત સરકારની મત્સ્યોદ્યોગની (Government of Gujarat Fisheries)કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને હાથોહાથ મળી રહે તે માટે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મત્સ્યપાલન, પશુપાલન (Animal Husbandry) અને ડેરી કેન્દ્રીય કેબીનેટ પ્રધાન પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણનો સેવા યજ્ઞ માંડવીમાં યોજાયો હતો.

Sagar Parikrama: કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને રૂબરૂ મળી રહે તે માટે માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો
Sagar Parikrama: કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને રૂબરૂ મળી રહે તે માટે માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો

કચ્છ: સરકાર અને ગુજરાત સરકારની મત્સ્યોદ્યોગ સંબંધિત કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને હાથોહાથ રૂબરૂ મળી રહે તથા માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે કચ્છના માંડવીથી સાગર પરિક્રમા કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

આપણા સમુદ્રો પ્રત્યે કૃતજ્ઞતાનાં ચિહ્ન તરીકે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખલાસીઓ અને માછીમારોને વંદન કરતા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની મત્સ્યોદ્યોગ સંબંધિત કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને હાથોહાથ રૂબરૂ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રીય કેબીનેટ પ્રધાન (Union Cabinet Minister)પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણનો સેવા યજ્ઞ “સાગર પરિક્રમા કાર્યક્રમ – 2022” શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક “ક્રાંતિતીર્થ” માંડવી ખાતે યોજવામાં આવ્યો હતો.

માછીમારોને વંદન કરતા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત મત્સ્યોધ્યોગ વિભાગ દ્વારા કુલ રૂ. 64.97 લાખની સહાયના મંજુરી હુકમ અપાયા

સાગર પરિક્ર્માના પ્રારંભે ગુજરાત મત્સ્યોધ્યોગ વિભાગ દ્વારા કુલ રૂપિયા 64,97,900 સહાયના મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા. જેમાં 5 લાભાર્થીઓને ગીલનેટની ખરીદી પર રૂપિયા 75,000ની સહાયના મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા. જ્યારે 4 લાભાર્થીઓને રેફરીજરેટેડ વાહનની ખરીદી પર રૂપિયા 20 લાખની સહાયના મંજુરી હુકમ જ્યારે 36 લાભાર્થીઓને પોલી પ્રોપેલીન રોપ (Polypropylene rope )ખરીદી પર રૂપિયા 13.50 લાખની સહાયના મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા .

10,000થી માંડીને 1 કરોડ સુધીની સહાય ઉપલપ્ધ

પગડિયા કિટમા 7 પગડિયા લાભાર્થીઓને રૂપિયા 50,400 ની સહાય આપવામાં આવી જે રૂપિયા 8000ની પગડિયા કિટ પર 90 ટકા સહાય લેખે રૂપિયા 7200ની સહાય દરેક લાભાર્થીને અપાઈ. ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ તાલીમ માટે 36 લાભાર્થીઓને રૂપિયા 22,500ની સહાય અપાઇ. પ્રધાનમંત્રી મત્સ્ય સમ્પદા યોજના અંતર્ગત આજ રોજ 3 લાભાર્થીઓને રેફરીજરેટેડ વાનની ખરીદી પર રૂપિયા 30 લાખની સહાયના મંજુરી હુકમ આપવામાં આવ્યા. નાનામાં નાના માછીમારથી લઈને એક્સપોર્ટર (Exporter) સુધીના લાભાર્થીઓને રૂપિયા 10,000થી માંડીને 1 કરોડ સુધીની સહાય ઉપલપ્ધ છે.

માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો
માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો

માછીમારી બહેનોને કુવરબાઇનુ મામેરુ યોજના હેઠળ રૂ.64,000ની સહાય કરેલ છે

આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્રારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત 261 લાભાર્થીઓને રૂપિયા 4.31 કરોડની લોન સહાય આપવામાં આવી હતી. તથા જિલ્લા ઉદ્યોગ કેંદ્ર, ભુજ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2016-17 થી માંડી 2019-20 સુધીમાં 25 લાભાર્થીઓને રૂપિયા 2,12,000ની માછીમાર કીટનુ વિતરણ કરેલ છે તેમજ, જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2019-20 દરમિયાન માનવ ગરીમા યોજના અંતર્ગત રૂપિયા 60,971ની સહાય કરેલ જ્યારે માછીમારી બહેનોને (Fishing sisters)કુવરબાઇનુ મામેરુ યોજના હેઠળ વર્ષ 2021-22 દરમિયાન રૂપિયા 64,000 ની સહાય કરેલ છે.

આ પણ વાંચો: Indian Fishermen released : પાકિસ્તાની જેલમાંથી છૂટીને માદરે વતન પહોંચ્યા માછીમારો, કહ્યું - "તમામ બીમારીની આપે છે એક જ દવા"

રાજ્ય સરકાર દ્વારા માછીમારોને તમામ સહાય કરવામાં આવશે

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રીય કેબીનેટ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે,પશુપાલકોની જેમ માછીમારોને વગર વ્યાજની લોનની યોજનાઓ કેન્દ્ર સરકારએ કરી છે. જેની (KCC: Kishan Credit Card)ની શરૂઆત ગુજરાત સરકારે પહેલ કરી છે અને બેન્કમાં પડતી મુશ્કેલી માટે જરૂરિયાત હશે તો કેન્દ્રીય નાણાં પ્રધાનને પણ રજુઆત કરવામાં આવશે. માંડવી એક સમયે સૌથી મહત્વપૂર્ણ બંદર હતું. માંડવીથી મુંબઈ ફેરી સર્વિસ ચાલતી હતી એ ભૂતકાળને પુનઃ સંપન્ન કરવા માટે ત્યાં ડ્રેજીંગ કરવાની આવશ્યકતા છે. રાજ્ય સરકાર અને સબંધિત વિભાગીય અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઝડપથી અહીં ડ્રેજીંગ (Dredging) કરવા પ્રયત્નો કરે અને ફરી માંડવીના બંદરે વિદેશી જહાજોના ઝંડા અહીઁ લહેરાશે.

સાગર પરિક્રમાનો ઉદ્દેશ્ય માછીમારોને યોજનાઓ અંગે અવગત કરાવવાનો

ભારત સરકાર અને ગુજરાત સરકારે માછીમાર સમાજ વચ્ચે જવા માટે અને રૂબરૂ મુલાકાત માટે અહીં આ સાગર પરિક્રમા કાર્યક્રમનો આયોજન કરેલ છે જેથી કરીને સરકારની જે મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોને લગતી યોજનાઓ અંગે માછીમારોને અવગત કરાવવાનો ઉદ્દેશ્ય છે.તેમજ માછીમારોની સમસ્યાઓ જાણવા માટે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિધાનસભા અધ્યક્ષા, સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષા (Speaker of Gujarat Legislative Assembly)ડો. નિમાબેન આચાર્ય, મત્સ્યપાલન સચિવ (Secretary of Fisheries)ભારત સરકાર જ J N સ્વેન, કૃષિ અને પશુપાલન પ્રધાન (Minister of Animal Husbandry) રાઘવજી પટેલ, કલ્પસર અને મત્સ્યદ્યોગ પ્રધાન જીતુભાઈ ચૌધરી તેમજ રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન (Minister of State for Education)કિર્તીસિંહ વાઘેલા ,સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી ધારાસભ્ય (Gandhidham MLA) વિરેન્દ્રસિંહ જાડેજા ,અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ,લાભાર્થીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Cold wave in Nargol affects fishing : નારગોલના માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બનતાં ઉત્પાદન ઘટ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.