ગુજરાત

gujarat

પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું

By

Published : Oct 15, 2021, 7:04 PM IST

પોરબંદરના બોખીરામા આવેલા ભુમેશ્વર મહાદેવ ડેદાવાવના મંદિરના પ્રાંગણમાં મહેર સમાજના પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમવા આવે છે. લયબદ્ધ રીતે મહેર યુવાનોને રમતા જોઈને શુરવીરતાની ઝાંખી દેખાય છે.

Latest news of Porbandar
Latest news of Porbandar

  • મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું
  • ભોમેશ્વર મહાદેવ ડેડાવાવ મંદિરમાં દર વર્ષે કરાય છે ગરબાનું આયોજન
  • લોકોએ ભાતીગળ સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી છે
  • શૌર્ય અને શૂરવીરતા અને સાહસનું પ્રતીક મહેરનો મણિયારો

પોરબંદર: નવરાત્રીમાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર સમાજના શૌર્ય, શુરવીરતા અને સાહસનું પ્રતીક એવા મણિયારા રાસનું દર વર્ષે આયોજન કરવાંમાં આવતું હતું પરંતુ કોરોનાને કારણે અને ગાઈડન્સ મુજબ આ વર્ષે બંદ રાખવામાં આવ્યું છે. પોરબંદરના બોખીરામા આવેલા ભુમેશ્વર મહાદેવ ડેદાવાવના મંદિરના પ્રાંગણમાં મહેર સમાજના પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમવા આવે છે. લયબદ્ધ રીતે મહેર યુવાનોને રમતા જોઈને શુરવીરતાની ઝાંખી દેખાય છે.

પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું

સોનાના ઘરેણાં પહેરી મહિલાઓ રમે છે રાસ

પોરબંદરમાં સાહસ અને ખમીરવંતી મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં મહિલાઓ અને પુરુષો રાસ રમવા આવે છે. જેમાં મહિલાઓ કરોડો રૂપિયાના સોનાના આભૂષણો વેઢલા અને મોટા હારના શણગારથી સજ્જ થઇ રાસ રમે છે. જેનું વજન 500 ગ્રામથી 1 કિલો જેટલું હોય છે. આ ઉપરાંત વર્ષોથી પ્રચલિત મહેર સમાજનો મણિયારો રાસ કે જે આજે વિશ્વ પ્રસિદ્ધિ પામ્યો છે તે રાસ માહેર યુવકો રમે છે અને સતત નવ દિવસ સુધી રમતા યુવનોમાં જોમ અને જુસ્સો જોઈને દર્શકોમાં પણ જુસ્સો ચડી જાય છે. પહાડી રાગમાં ગવાતા પરંપરાગત દુહાથી મણિયારા રાસની અનોખી રમઝટ જામે છે.

મણિયારો રાસ હવે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ ભરમાં પણ પ્રચલિત બન્યો

વર્ષોથી આ પ્રકારની ગરબીનું આયોજન પોરબંદરમાં થાય છે. જેમાં મોટી સંખ્યામાં પોરબંદરના લોકો રાસ જોવા માટે ઉમટે છે. કોરોનાને કારણે બે વર્ષથી ગરબાનું આયોજન કરાયું ન હતું. આ ગરબાનું આયોજન થતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પુરુષો દ્વારા મણિયારો રાસ રમવામાં આવે ત્યારે લયબદ્ધ રીતે 3 ફૂટ ઉંચ્ચા ઉછળે છે, જે જોવાનો લહાવો અનેરો અને ઉત્સાહમય હોય છે. મણિયારો રાસ હવે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ ભરમાં પણ પ્રચલિત બન્યો છે, જે પોરબંદર શહેર માટે ગૌરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details