ગુજરાત

gujarat

Porbandar News: જેતપુરના ગંદા પાણીને પોરબંદરમાં ઠાલવવાના પ્રોજેકટમાં પોરબંદરવાસીઓ જેમ કહેશે તેમ થશે-મુખ્યપ્રધાન

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 8:45 AM IST

આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે. જેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી પોરબંદર આવી પહોંચ્યા હતા. આજે તેઓ એ ખારવા સમાજ સહિત તમામ સંસ્થાના આગેવાનોને મળ્યા હતા. પોરબંદરના સળગતા પ્રશ્નો એવા જેતપુરના સાડી ઉદ્યોગના પાણીને પોરબંદરમાં ઠાલવવાના પ્રોજેકટને રદ કરવા અંગે વિનંતી કરી હતી. જેમાં મુખ્યપ્રધાને પોરબંદરવાસીઓ જેમ કહેશે તેમ કરવાની ખાતરી આપી હતી.

Jetpur in Porbandar Chief Minister
Jetpur in Porbandar Chief Minister

જેતપુરના ગંદા પાણીને પોરબંદરમાં ઠાલવવાના પ્રોજેકટમાં પોરબંદર વાસીઓ જેમ કહેશે તેમ થશે-મુખ્યપ્રધાન

પોરબંદર:આજે પોરબંદરની લોર્ડ્સ હોટેલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન પધાર્યા હતા. ત્યાં પોરબંદર ખારવા સમાજના આગેવાન પવન શિયાળ, સેવ સી પોરબંદર સંસ્થાના ડો.નૂતનબેન ગોકાણી સહિતના અનેક સંસ્થાઓના આગેવાનો મુખ્યપ્રધાન સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેતપુરના ગંદા પાણીની પાઇપલાઇન પ્રોજેક્ટ દ્વારા પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવા રજૂઆત કરી હતી. કારણ કે માછીમારોને તો નુકસાન થશે, પરંતુ તેની સાથે તમામ જનતાને નુકસાન થશે. પાણી દૂષિત થવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વિશ્વાસમાં લીધા વિના પ્રોજેકટ શરૂ:પોરબંદરના લોકો વતી સંસ્થાના આગેવાનોએ મુખ્યપ્રધાનને આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી. જેમાં ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે મીડિયાને જણાવ્યું હતું કે, "તેઓએ પોરબંદરના દરિયામાં જો જેતપુરનું ગંદુ પાણી ભળી જશે તો માછીમારો પાયમાલ થશે. મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે પોરબંદર વાસીઓને વિશ્વાસમાં લીધા વિના પ્રોજેકટ શરૂ કરવામાં નહિ આવે. હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે મુખ્યપ્રધાને જે ખાતરી આપી છે તે ઉપર અડગ રહે છે કે પછી આ ખાતરી બદલી જાય છે.

પોરબંદરવાસીઓને આપ્યો વિશ્વાસ:જ્યારે સેવ પોરબંદરની સંસ્થાના નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને નવી ટેકનોલોજીના ઉપયોગથી પાણીનું બાષ્પીભવન કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં મુખ્યપ્રધાને આ પ્રોજેક્ટ જ્યાં ચાલી રહ્યો છે. ત્યાં જવા જણાવ્યું હતું અને મુલાકાત બાદ જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તે જુઓ તમે કહો છો એ ટેકનોલોજી સારી હશે તો એનો ઉપયોગ પણ કરી શકાય. પોરબંદરવાસીઓને વિશ્વાસમાં રાખ્યા બાદ જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

  1. Porbandar News : સમુદ્ર સફરે નીકળેલા 120 ગોરાઓએ તાજમહલ બાદ પોરબંદરની મુલાકાત લઈને અભિભૂત થયા
  2. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સાત મહિનાથી સીટી સ્કેન મશીન બંધ, દર્દીઓને મુશ્કેલી
  3. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે, વડાપ્રધાન ઓચિંતી મુલાકાત લે તેવી માંગ

ABOUT THE AUTHOR

...view details